Last Updated on March 22, 2021 by
જો તમે દેશની સૌથી મોટી વીમા કંપની ભારતીય જીવન બીમા નિગમ LICના ગ્રહક છો તો આ સમાચાર તમારા માટે છે. તમારી LIC પોલિસી મેચ્યોર થઈ ગઈ છે અથવા તો તમે તમારી પોલિસી પર લોન ઈચ્છો છો તો તમારે NEFT મેનડેટ ફોર્મ ભરવુ પડશે. એવુ ન કર્યુ તો તમારી પોલિસી મેચ્યોરિટીના પૈસા નહિ મળે. ખરેખર, LIC એ ચેકથી ચૂકવણી કરવાનું બંધ કરી દીધુ છે. બીમા કંપની હવે ડાયરેકટર પોલિસી હોલ્ડર્સના બેંક ખાતામાં પૈસા ટ્રાંસફર કરે છે. એવામાં તમે તમારી LIC પોલિસીને પોતાના બેંક અકાઉન્ટથી લિંક કરાવી લો. નહિ તો ક્લેમના પૈસા અટકી જશે.
LIC મુજબ કોઈ પણ વધારાની કિંમત વિના કોઈપણ જગ્યાએથી સાચી અને સલામત ચુકવણી કરી શકાય છે. બધા ડિજિટલ ચુકવણીઓ કોઈપણ વધારાની ફી મુક્ત છે. મફત ઇ-સેવાઓ માટે કંપનીની વેબસાઇટ પર LICના કસ્ટમર પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે.
પોલિસી સાથે આવી રીતે લિંક કરો બેંક અકાઉન્ટ
LIC પોલિસીને બેંક અકાઉન્ટથી લિંક કરવાની સરળ રીત છે. તમારા નજીકના LIC ઑફિસમાં જઈને NEFT મેંડેટ ફોર્મ ભરો. આ ફોર્મ સાથે તમે કેંસલ ચેક અથવા પાસબુકની કોપી અટેચ કરો અને તેને જમા કરાવો. એક સપ્તાહ બાદ તમારી પોલિસી તમારા બેંક અકાઉન્ટ સાથે લિંક થઈ જશે. જે બાદ LICથી મળનારા કોઈપણ પૈસા સીધા તમારા બેંક ખાતામાં આવશે.
LIC મુજબ કોઈ પણ વધારાની કિંમત વિના કોઈપણ જગ્યાએથી સાચી અને સલામત ચુકવણી કરી શકાય છે. બધા ડિજિટલ ચુકવણીઓ કોઈપણ વધારાની ફી મુક્ત છે. મફત ઇ-સેવાઓ માટે કંપનીની વેબસાઇટ પર LICના કસ્ટમર પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે.
કોઈપણ બ્રાંચમાં જમા કરો પોલિસી મેચ્યોરિટીનો ક્લેમ
LIC એ તે પોલિસી હોલ્ડર્સને મોટી રાહત આપી છે જેની પોલિસી મેચ્યોર થઈ ચૂકી છે. LIC ના પોલિસીધારક પોલિસીની મેચ્યોરિટી પર દાવો કરવાના દસ્તાવેજ દેશભરમાં પોતાના નજીકની કોઈપણ LIC ઑફિસમાં 31 માર્ચ સુધીમાં જમા કરાવી શકે છે. વીમા કંપની દેશભરમાં 113 ડિવિઝનલ ઑફિસ, 2,048 શાખાઓ, 1526 નાના કાર્યાલયો છે. તે ઉપરાંત તેના 74 ગ્રાહક ઢોન પણ છે. જયાં પોલિસીધારકો પાસેથી તેની પોલિસીના મેચ્યોરિટી દાવાના ફોર્મ સ્વીકાર કરાશે. જેમાં કોઈપણ બ્રાંચમાંથી લેવાયેલી પોલિસીના મેચ્યોર હોવા પર તેનો દાવો કરવાનો ફોર્મ કોઈપણ જગ્યાએ જમા કરાવી શકાશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31