GSTV
Gujarat Government Advertisement

જાણો એલન મસ્કે શા માટે આપી આ ચેતવણી, તો બંધ થઈ શકે છે ટેસ્લા

Last Updated on March 21, 2021 by

દૂનિયાની સૌથી મુલ્યવાન ઓટો કંપની ટેસ્લાના સીઈઓ અને દુનિયાના બીજા અમીર વ્યક્તિ એલન મસ્કે કહ્યું છે કે જો આ કારોનો ઉપયોગ જાસુસી માટે કરવામાં આવશે તો તેમને કંપની બંધ થઈ શકે છે. ચીનની સેનાએ પોતાના કેટલાક કેન્દ્રો ઉપર Teslaની કારોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. તેના ઉપર પ્રતિક્રિયા આપતા એલન મસ્કે આ વાત કહી હતી. મસ્કે કહ્યું કે, માત્ર ચીન જ નહીં પરંતુ દૂનિયાના કોઈ પણ દેશ જો આવી કરે તો ટેસ્લા કંપની બંધ થઈ શકે છે.

વૈશ્વિક વેચાણમાં ચીનની ભાગીદારી 30 ટકા

ટેસ્લાના વૈશ્વિક વેચાણમાં ચીનની ભાગીદારી 30 ટકા છે. ચીની સેનાએ ટેસ્લાની કારોને પોતાના પરિસરમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મુક્યો છે. ચીની મિલિટ્રીના જણાવ્યા પ્રમાણે ટેસ્લાની કારોમાં લાગેલા કેમેરાથઈ સુરક્ષા વ્યવસ્થા ઉપર જોખમ તોળાઈ શકે છે. મસ્ક એક જાણીતા કાર્યક્રમમાં કહ્યું કે, અમારા માટે જાણકારી ગોપનીય રાખવી મહત્વની છે. જો ચીન કે બીજા સ્થળે ટેસ્લાની કારોનો ઉપયોગ જાસુસી માટે કરવામાં આવશે તો અમારી કંપની બંધ થઈ જશે.

ચીને ટેસ્લાની કાર ઉપર લગાવ્યો પ્રતિબંધ

ચીને ટેસ્લાની કારો ઉપર પ્રતિબંધ એવા સમયે લગાવ્યો જ્યારે બંને દેશોના સબંધો ઉપર જામેલો બરફ હટાવવા માટે અલાસ્કામાં મીટીંગ કરી રહ્યાં હતાં. અમેરિકામાં નવા રાષ્ટ્રપતિ જો બાઈડેનના સત્તા સંભાળ્યા બાદ બંને દેશોની વચ્ચે આ પહેલી બેઠક છે. મસ્કે દુનિયાની મોટી અર્થવ્યવસ્થાઓ અમેરિકા અને ચીનની વચ્ચેના ભરોસાને વધારવા માટે જણાવ્યું છે.

ચીન સૌથી મોટુ બજાર

દુનિયાના સૌથી મોટા કાર માર્કેટમાં ચીન છે અને ઈલેકટ્રીક વ્હીકલ્સ માટે દુનિયાભરની કાર કંપનીઓ માટે ખુબ જ મહત્વનું બજાર છે. ટેસ્લાએ વિતેલા વર્ષ 2020માં ચીનમાં 1,47,445 ઈવીનું વેચાણ કર્યું હતું. જે દુનિયામાં ટેસ્લાની કુલ કારોના વેચાણના 30 ટકા હતું. જો કે આ વર્ષે ટેસ્લાએ ચીનની જ એક કંપની નિયો ઈંક સામે ટક્કર થઈ રહી છે. ટેસ્લા ચીનમાં માત્ર ઈવી જ નથી વેચતી પણ તેનું નિર્માણ પણ કરી રહી છે.

આ ઈવેન્ટમાં મસ્કે કર્યો હતો ડાન્સ

2019માં મસ્કે અલીબાબાના ફાઉન્ડર જૈક મા સાથે મંગળ ગ્રહ અને આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સને લઈને ચર્ચા કરી હતી. વિતેલા વર્ષમાં ચીનનમાં બનાવવામાં આવેલી ટેસ્લાનું મોડલ-3 સેડાન્સની ડિલીવરી ઈવેન્ટમાં મસ્કે સ્ટેજ ઉપર ડાન્સ કર્યો હતો અને પોતાનું જેકેટ પણ ઉતાર્યું હતું. આ ઘટનાએ સોશયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો