Last Updated on March 23, 2021 by
ડિજીટલ દુનિયામાં આજકાલ લોકો યૌન સંતુષ્ટિ માટે ઓનલાઈન સેક્સનો સહારો લેતા હોય છે. લોકો ઓનલાઈન સેક્સને આજના સમયમાં ખૂબ જ મહત્વ આપે છે. પણ આ ઓનલાઈન સેક્સના કેટલાય નિયમો છે સાથે જ કેટલાય પ્રકારના જોખમો પણ છે. જે લોકો ઓનલાઈન સેક્સ કરતા હોય છે, તેમને કેટલાય પ્રકારના સાવધાની રાખવી જોઈએ. નહીંતર આવુ કરવુ ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.
ઓનલાઈન સેક્સમાં લોકો વીડિયો કોલ દ્વારા સેક્સ કરતા હોય છે. કેટલાય પ્રકારની સોશિયલ સાઈટ અથવા એપ દ્વારા લોકો ઓનલાઈન સેક્સ કરતા હોય છે. તો આવો જાણીએ સૌથી પહેલા ઓનલાઈન સેક્સ કરતા સમયે ક્યા ક્યા નિયમો હોવા જોઈએ. ઓનલાઈન સેક્સ કરતી વખતે ક્યા નિયમો બનાવવા જોઈએ.
આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન
- સૌથી પહેલા જે એપ પર આપ ઓનલાઈન સેક્સ કરી રહ્યા છો, ત્યાં ચકાસી લો કે ત્યાં કોઈ વીડિયો કે, ફોટાઓ રેકોર્ડ થતાં નથી ને.
- ઘણા બધા લોકો એવા હોય છે કે, જે ઓનલાઈન સેક્સના વીડિયો રેકોર્ડ કરવા માગે છે. સૌ પ્રથમ તો આપે આવી કોઈ પણ પ્રકારની મંજૂરી આપવી જોઈએ નહીં. તેમ છતાં પણ જો તમે મંજૂરી આપતા હોય તો, ચેક કરો, આ ફોટાઓ અને વીડિયોનો ક્યાંય ખોટો ઉપયોગ તો થતો નથી ને.
- ઓનલાઈન સેક્સ દરમિયાન મોટા ભાગે પોતાનો ચહેરો છૂપાવીને રાખો. જેના કારણે જો તમારો વીડિયો અથવા ફોટો રેકોર્ડ થાય તો આપનો ચહેરો દેખાય નહીં.
- આપ ક્યારેય અજાણ્યા વ્યક્તિ સાથે ઓનલાઈન સેક્સ ન કરો. તેનાથી આપને કોઈ પણ સમસ્યા આવશે નહીં.
ઓનલાઈન સેક્સમાં કેટલાય પ્રકારના જોખમ આવે છે, તેનાથી આપે હંમેશા સતર્ક અને સાવધાન રહેવાની જરૂર છે. તો આવો જાણીએ જો આપ પણ ઓનલાઈન સેક્સ કરો છો, તો કેવા પ્રકારના જોખમ આવી શકે છે.
ઘણા બધા લોકો એવા હોય છે જે, ઓનલાઈન સેક્સ દરમિયાન પોતાના પ્રોફાઈલમાં ફેક ફોટો અપલોડ કરતા હોય છે. તેઓ પોતાના આખી પ્રોફાઈલ ફેક બનાવતા હોય છે. તે વેબકેમ પર કોઈ અલગ ફોટો અને વીડિયોમાં કોઈ અલગ દેખાતા હોય છે. કેટલાય વાર જોવા મળ્યુ છે કે, મોટી ઉંમરના લોકો પોતાની ઉંમર છૂપાવતા હોય છે. તથા તેમનાથી નાની ઉંમરના લોકો સાથે ઓનલાઈન સેક્સનો આનંદ માણતા હોય છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31