Last Updated on March 21, 2021 by
બહુ ઓછી વખત જોવામાં આવ્યું છે કે બાદશાહ શાહરૂખ ખાન અને બોલિવૂડના સુપરસ્ટાર અજય દેવગન મોટા પડદે એક સાથે દેખાયા છે. પરંતુ તાજેતરમાં જ આ બંનેએ સાથે મળીને એક એડ શૂટ કરીને લોકોને ચોંકાવી દીધા છે. શાહરૂખે પાન મસાલાની કંપની ‘વિમલ’ માં અજય દેવગન સાથે જોડી બનાવી છે. જો કે એડ જોયા બાદ લોકો શાહરૂખને જોરદાર ટ્રોલ પણ કરી રહ્યા છે.
Shahrukh Khan also joins the Vimal Ad campaign*#Vimal #SRKians #AjayDevgn
— Jatin Trivedi (@JatinTrivedi26) March 20, 2021
SRK Fans 😕 pic.twitter.com/ZDlNmbytLm
શાહરૂખ અને અજય દેવગનની જોડી વર્ષો પછી ટીવી પર જોવા મળી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જો કે, લોકો કહે છે કે શાહરૂખની બ્રાન્ડ વેલ્યુ પહેલાથી જ ઓછી થઈ ગઈ છે અને તેથી જ હવે તેઓ પાન મસાલા કંપનીઓ માટે પણ એડ બનાવી રહ્યો છે.
When all director, producer's, and whole Bollywood failed to do so,#vimal make it possible and bring them together.#SRK in #vimal ad pic.twitter.com/sll9PtumP8
— Aftab alvi Siddiqui | آفتاب صدیقی?? (@AlbiAftab) March 20, 2021
લોકો શાહરુખને કરી રહ્યા છે ટ્રોલ
આ જાહેરાતને લગતી ઘણી મીમ હવે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે.શાહરૂખને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે એક યુઝરે ટ્વિટર પર લખ્યું, “આટલા વર્ષો પછી આ જોડી ટીવી પર આવી છે. તેઓએ સાથે મળીને કેટલીક ફિલ્મો પણ કરવી જોઈએ.” શાહરૂખને ટ્રોલ કરતા એક યુઝરે લખ્યું કે, “તમારી બ્રાંડ વેલ્યુ ઘટી રહી છે. તમે આ સ્તરનું કામ ન કરી શકો.” તે જ સમયે, બીજા યૂઝરે લખ્યું, “જે કામ દિગ્દર્શકો અને નિર્માતાઓ ન કરી શક્યા, તે વિમલ કંપની દ્વારા કરવામાં આવ્યું. કંઈ નહિ તો આ કારણે બંને સાથે જોવા તો મળ્યા.”
Relax Guys #ShahRukhKhan did Vimal ad & he has the reason pic.twitter.com/WvKAjb80Oe
— VEER (@REMINISCENTVEER) March 20, 2021
જલ્દી ફિલ્મ પઠાણમાં જોવા મળશે
જણાવી દઈએ કે, શાહરુખ ખાન જલ્દી ફિલ્મ પઠાણમાં જોવા મળશે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં શાહરુખની ઓપોઝિટમાં દીપીકા પાદુકોણ જોવા મળશે. તો એક્ટ જ્હોન અબ્રાહમ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તો ખાસ વાત આ ફિલ્મમાં સલમાન ખાન કેમિયો કરતો નજર આવશે. શાહરુખ અને સલમાનના ફેંસ આ ફિલ્મ રીલીઝ થવાની ખૂબ આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31