Last Updated on March 21, 2021 by
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના કોરોના સંક્રમિત થયાના સમાચાર આવ્યા બાદ હવે તેમના પત્ની બેગમ બુશરા બીબી પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. સ્વાસ્થ્ય મામલાઓ પર પાકિસ્તાનના પીએમના વિશેષ સહાયક ફૈઝલ સુલ્તાનએ જણાવ્યું હતું કે ઇમરાન ખાને ખુદને આઇસોલેટ કરી દીધા છે. ઇમરાન ખાને હજુ ગુરુવારે જ ચીનની કોરોના વેક્સિન લીધી હતી. વેક્સિન લેવા છતાં ઇમરાન ખાન કોરોના સંક્રમિત થયા હતા.
ઇમરાન ખાન થયા કોરોના સંક્રમિત
પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાન કોરોના વાયરસથી સંક્રમિત થયા છે, અને તે ખુદ હોમ આઇસોલેશન થયા છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇમરાન ખાનનાં સારા સ્વાસ્થ્યની કામના કરી છે, પીએમએ ખુદ ટ્વીટ કરીને તેની માહિતી આપી છે, તેમણે લખ્યું પાકિસ્તાન વડાપ્રધાન ઇમરાન ખાનનાં ઝડપથી સાજા થઇ જાય તેવી કામના કરૂ છું.
પીએમ મોદીએ ટ્વીટ કરી આપી શુભકામના
અત્રે ઉલ્લેખનિય છે કે ઇમરાન ખાને રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનનાં પહેલા તબક્કામાં ગુરૂવારે કોવિડ-19 વિરોધી રસી લીધી હતી, પાકિસ્તાનની રાષ્ટ્રિય આરોગ્ય સેવા, નિયમન અને સંયોજન અંગે વડાપ્રધાન ઇમરાન ખાનનાં ખાસ સલાહકાર ડોક્ટર સુલતાને ટ્વિટર પર ઇમરાન ખાન સંક્રમિત થયા હોવાની પુષ્ટી કરી. અત્રે ઉલ્લેખનિય છે કે ઇમરાન ખાનની પત્ની બુશરા બીબી પણ કોરોના પોઝિટિવ જણાયા છે. અને તે પણ હોમ આઇસોલેશનમાં ગયા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31