Last Updated on March 21, 2021 by
કેન્દ્રીય કર્મચારીઓ અને લાખો પેંશનર્સ માટે જલ્દીથી સારા દિવસો આવશે. કેંદ્રની મોદી સરકાર આ વર્ષે પોતાના કર્મચારીઓને મોંઘવારી ભથ્થાના ત્રણ હપ્તા એકસાથે આપશે. લાંબા સમયથી મોંઘવારી ભથ્થા (DA)ની રાહ જોઈ રહેલા કર્મચારીઓ માટે આ નવા વર્ષની તેમજ હોળીની સૌથી મોટી ભેટ હશે.
નાણાં મંત્રાલયે તાજેતરમાં ગૃહને કહ્યું હતું કે મોંઘવારી ભથ્થું 1 જુલાઈ 2021 ના રોજ ચૂકવવામાં આવશે. જો કે, હજી તેની ઘોષણા કરવામાં આવી નથી. કર્મચારીઓને એક સાથે ત્રણ હપ્તા આપવામાં આવશે, જે ગયા વર્ષે કોરોના રોગચાળાને કારણે બાકી હતા. સરકારના આ નિર્ણયથી લગભગ 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને લાભ થશે.
તમે જાણો છો, કેન્દ્ર સરકાર વર્ષમાં બે વખત તેના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપે છે. પરંતુ તેના હપ્તા કોરોના રોગચાળાને કારણે અટકી ગયા હતા. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને 17 ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. જો 1 જુલાઇએ એક સાથે ત્રણ હપ્તા આપવામાં આવે તો કર્મચારીઓનો મોંઘવારી ભથ્થું 29 ટકા વધશે. મોંઘવારી ભથ્થામાં વધારા સાથે પગારમાં સારો વધારો થશે.
DA વધીને થઈ જશે 29 ટકા
DAમાં એકસાથે ત્રણ હપ્તાની ચૂકવણી બાદ કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ વધીને 29 ટકા થઈ જશે. ત્રણ હપ્તામાં એક જાન્યુઆરી 200એ 4 ટકા, 1 જૂલાઈ 2020ના 4 ટકા અને 1 જાન્યૂઆરી 2021ના 4 ટકા. તે ઉપરાંત હાલના સમયમાં મોંઘવારી ભથ્થુ 17 ટકા મળી રહ્યુ છે. આ પ્રકારે તમામને ભેળવીને કૂલ 29 ટકા DA થઈ જશે.
DAની ચૂકવણી ન કરીને સરકારે 37,430.09 કરોડ રૂપિયા બચાવ્યા
સદનમાં પોતાના લેખિત નિવેદનમાં નાણારાજય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, 1 જૂલાઈ 2021થી મોંઘવારી ભથ્થાના ત્રણ હપ્તાની ચૂકવણી કરાશે. અનુરાગ ઠાકુરે રાજ્યસભામાં કહ્યુ કે સરકારે DAની ચૂકવણી ન કરીને 37,430.09 કરોડ રૂપિયાની બચત કરી છે. તેઓએ જણાવ્યુ કે, જો બચત થઈ તેનાથી કોરોના વાયરસ વિરુદ્ધની લડાઈમાં ખર્ચ કરાયા.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31