GSTV
Gujarat Government Advertisement

ખાસ વાંચો / શું તમને પણ આવ્યો છે RBIના ગવર્નરના નામથી કોઈ Email તો થઈ જાઓ સાવધાન! આ છે સમગ્ર ઘટના…

Last Updated on March 21, 2021 by

ગત કેટલાક સમયથી સાઈબર ફ્રોડના કેસો ધણા વધી ગયા છે. હકીકતમાં, કોરોના કાળમાં સોશ્યલ ડિસ્ટંસિંગના કારણે ઓનલાઈન ટ્રાંઝેક્શનની દુનિયામાં કરોડો યૂઝર્સની એન્ટ્રી થઈ છે. ઓછી જાણકારી હોવાના કારણે તેઓ ડીજીટલ ઠગના નિશાના પર હોય છે. આ વચ્ચે કેટલાક લોકોને રિઝર્વ બેંકના ગવર્નરના નામથી ઈમેઈલ આવી રહ્યા છે. તેમાં કહેવામાં આવી રહ્યુ છે કે, તમને આર્થિક મદદ મળશે. તેના બદલે તે મેલ પ્રાપ્તકર્તા પાસેથી પર્સનલ જાણકારી માંગે છે.

PIB Fact Checkની ટીમે તેને લઈને પોતાના ઓફિશિયલ ટ્વિટર હેંડલ પરથી એક ટ્વિટ કર્યુ છે. PIBનું કહેવુ છે કે, રિઝર્વ બેંક તરફથી આવો કોઈ પ્રાઈઝ વિનિંગ પ્રોગ્રામ નથી ચાલી રહ્યો. જેથી આ પ્રકારની લોભામણા મેઈલ અથવા મેસેજથી સાવધાન રહો. RBI કયારેય પણ GMAIL દ્વારા કમ્યૂનિકેશન કરતી નથી. એટલા માટે મેઈલ અથવા મેસેજ પર વિશ્વાસ ન કરો. જો તમારા મનમાં તેને લઈને કોઈપણ પ્રકારનો પ્રશ્ન છે તો વ્હોટસેપ નંબર 8799711259 પર સંપર્ક કરી શકો છો.

ડિઝિટલ ફ્રોડ અવનવી તરકીબો અપનાવી રહ્યા છે. કેનેરા બેંકે પણ પોતાના ટ્વિટમાં કહ્યુ હતું કે, કેવી રીતે સાઈબર ગઠિયાઓ ટેક્સ રિફંડના નામ પર લોકોની પર્સનલ જાણકારી એકઠી કરી લે છે. અને બાદમાં તેનું ખાતુ સાફ કરી દે છે. કેનેરા બેંકે તેને લઈને એલર્ટ જારી કરતા કહ્યુ કે, આ પ્રકારના નકલી મેસેજથી સાવધામ રહેવાની જરૂર છે.

આવી રીતે થાય છે ઠગાઈ

કેનેરા બેંકે પોતાના ટ્વિટ દ્વારા જણાવ્યુ કે, પહેલા તમને ઈન્કમ ટેક્સ રિફંડ આપવાના નામ પર મેસેજ આવે છે. જેવા તમે આ લિંક પર ક્લિક કરો છો તે તમને ઈન્કમ ટેક્સની ઓરિજનલ જેવી દેખાતી વેબસાઈટ પર પહોંચી જાઓ છે. હકીકતમાં આ ઈન્કમ ટેક્સની વેબસ,ાઈટ નથી હોતી. આ લિંક ખોલ્યા બાદ તેમાં પર્સનલ જાણકારી ભરતા જ તમે ઠગાઈનો શિકાર બની શકો છો. જેથી તમારી પાસે પણ રિફંડ આપવાનો કોઈ મેસેજ અથવા ઈમેઈલ આવે તો સચેત રહો.

read also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો