GSTV
Gujarat Government Advertisement

બિટકોઈનના ભાવ ઉંચકાયા છતાં ચાર્ટ પેટર્ન જોતાં સાવચેતી રાખવી જરૂરી: જાણકારો

Last Updated on March 21, 2021 by

ક્રિપ્ટોકરન્સીની વૈશ્વિક બજારમાં આજે ઉંચા મથાળે બેતરફી વધઘટ વચ્ચે બજાર ઉછાળો પચાવતી જોવા મળી હતી. શનિવારે મોડી સાંજે પુરા થયેલા 24 કલાક દરમિયાન બિટકોઈનના ભાવ નીચામાં 57910થી 57915 ડોલર તથા ઉંચામાં ભાવ 59915થી 59920 ડોલર સુધી ટ્રેડ થયા પછી મોડી સાંજે ભાવ 59375થી 59380 ડોલર  બોલાઈ રહ્યાના નિર્દેશો બજારના સૂત્રોએ આપ્યા હતા.

બિટકોઈન

આજે વેપાર- વોલ્યુમ 50થી 51 અબજ ડોલરનું થયું હતું તથા કુલ માર્કેટ કેપિટલાઈઝેશન વધી 1110 અબજ ડોલરના મથાળાને આંબી ગયું હતું. વિશ્વબજારમાં બોન્ડ તથા ટ્રેઝરી યીલ્ડ- વળતર 14 મહિનાની ટોચ પરથી નીચી ઉતરતાં સોના તથા બિટકોઈનમાં આજે ઘટાડે બાઈંગ વધ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

બિટકોઇન

દરમિયાન, અન્ય ક્રિપ્ટો કરન્સીઓ પણ ઉંચકાઈ હતી. ઈથેરના ભાવ આજે નીચામાં 1800થી 1805 ડોલર થયા પછી ઉંચામાં ભાવ 1870થી 1875 ડોલર થઈ મોડી સાંજે ભાવ 1845થી 1850 ડોલર બોલાઈ રહ્યા હતા. ઈથેરમાં 28થી 29 અબજ ડોલરના સોદા થયા હતા તથા માર્કેટ કેપ વધી  213થી 214 અબજ ડોલર નોંધાયું હતું.

બિટકોઈનના ભાવ ઉંચા ગયા છે પરંતુ ભાવની ચાર્ટ પેટર્ન જોતાં હવે ઉછાળાને અનુસરવામાં સાવચેતી રાખવી જરૂરી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. ભાવ ઉંચેથી નીચા આવવાની ભીતી તેમણે બતાવી હતી. જોકે લાંબા ગાળે ભાવ ઉંચામાં એક લાખ ડોલર સુધી જવાની શક્યતા બજારનો અમુક વર્ગ બતાવી રહ્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો