Last Updated on March 21, 2021 by
પીઢ અભિનેતા અમિતાભ બચ્ચનને પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફિલ્મ આકઇવ્સ એવોર્ડસ ૨૦૨૧થી સમ્માનિત કરવામાં આવ્યા છે. અમિતાભે આ સમ્માન શુક્રવારે ૧૯ માર્ચના સાંજના એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં હોલીવૂડ ફિલ્મમેકર્સ માર્ટિન સ્કોર્સેસે અને ક્રિસ્ટોફર નોલનથી પ્રાપ્ત કર્યો હતો. અમિતાભ આ સમ્માન મેળવનારા પ્રથમ ભારતીય બન્યા છે. ફિલ્મ જગત સાથે જોડાયેલા લોકોને આ એવોર્ડથી સમ્માનત કરવામાં આવે છે જેઓ કોઇને કોઇ રીતે ફિલ્મ હેરિટેજ સંરક્ષણ સાથે સંકળાયેલા હોય છે.
અમિતાભે ઇન્સ્ટાગ્રામના પોતાના એકાઉન્ટ અને ટ્વિટર પર આ તસવીરો શેર કરીને પોતાના પ્રશંસકોને જાણ કરી છે. તેમણે તસવીર સાથે લખ્યું છે કે, મને ૨૦૨૧એફઆઇએએફ એવોર્ડથી સમ્માનત કરવામાં આવ્યો છે. જે મેળવીને બહુ ખુશી અને ગર્વ અનુભવી રહ્યો છું. આ સમારંભમાં મને પુરસ્કાર આપવા માટે એફઆઇએએફ અને માર્ટિન સ્કોસસ અને ક્રિસ્ટોફર નોલનનો આભાર. ભારતની ફિલ્મ વિરાસતને બચાવવા માટે અમારી પ્રતિબદ્ધતા અટલ છે.
પીઢ અભિનેતાએ સોશિયલ મીડિયા પર ખુશી જાહેર કરી
ઉલ્લેખનીય છે કે, પત્નીઓની સલાહોને અમલ કરનારા પતિઓની યાદીમાં અમિતાભ બચ્ચનનો પણ સમાવેશ થયો છે. આ વખતે તેમણે પત્ની જયા બચ્ચનની વાત માની હતી જેનો ફાયદો પૂરા ભારતીય સિનેમાને થયો છે. વાત એમ છે કે, અમિતાભ ભારતીય ફિલ્મોના સંરક્ષણ માટે એક મ્યુઝિયમ બનાવી રહ્યા છે. ફિલ્મ સંરક્ષણના કામને પ્રોત્સાહન આપવા માટે તેમને આ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.
અમિતાભ બચ્ચને પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસ્વીરો શેર કરી છે. તેની સાથે જ તેમણે લખ્યું – ‘FIAF અવોર્ડ 2021 માટે હું ખૂબ સમ્માનિત અનુભવી રહ્યો છું. એફઆઈએએફ અને માર્ટિન સ્કોર્સેસે તેમજ ક્રિસ્ટોફર નોલનને આભાર. ભારતની ફિલ્મ વિરાસતને બચાવવા માટે અમારી પ્રતિહદ્ધતા અટલ છે. ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન પોતાની ફિલ્મોને બચાવવા માટે એક રાષ્ટ્રવ્યાપી આંદોલન બનાવવાના પોતાના પ્રયાસોને જારી રાખશે. ‘
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31