Last Updated on March 20, 2021 by
મેસેજિંગ એપ WhatsAppનો ઉપયોગ ચેટિંગ અને કોલિંગ સિવાય વિડીયો શેરીંગ માટે ખુબ કરવામાં આવી રહ્યો છે. ઘણી વખત વીડિયો મોકલતા સમયે આપણે નથી ઈચ્છતા કે કોઈ તેનો ઓડીયો પણ જાય. યૂઝર્સની આ સમસ્યાને લઈને વોટ્સએપે તાજેતરમાં જ નવું ફીચર જાહેર કર્યું છે. તેના દ્વારા તમે કોઈ વીડિયો કોઈપણ કોન્ટેક્ટને મોકલો કે પછી સ્ટેટસ ઉપર શેર કરતા પહેલા મ્યુટ કરી શકો છો.
ધ્યાન દેવાની વાત તો એ છે કે આ ફીચરને હાલ એન્ડ્રોઈડ યુઝર્સ માટે જાહેર કરવામાં આવ્યું છે. મ્યુટ વીડિયોનું ફિચર ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ઉપર પહેલાથી જ મળતો હતો. આજે અમે તમને વોટ્સએપ ઉપર વીડિયો મોકલતા પહેલા તેને મ્યુટ કરીને ઓડિયો બંધ કરવાની રીત જણાવવા જઈ રહ્યાં છે. તે માટે જરૂરી છે કે તમારે એંડ્રોઈડ ફોનમાં જો વોટ્સએપનું લેટેસ્ટ વર્જન હોવું જોઈએ. ધ્યાન દેવાની વાત એ છે કે, જો તમે તુરંત જ વોટ્સએપ અપડેટ કર્યું તો થઈ શકે છે કે, તમને ફીચર દેખાવામાં થોડો સમય લાગી શકે છે.
WhatsApp ઉપર વીડિયો મોકલતા પહેલા આવી રીતે કરો Mute
- આ ફીચરનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા જરૂરી છે કે તમારૂ વોટ્સએપ અપડેટ હોય.
- તેના માટે Google Play એપ ઉપર જાઓ અને Whatsapp સર્ચ કરો. જો ત્યાં અપડેટનું ઓપ્શન દેખાઈ રહ્યું છે તો તેના ઉપર ક્લિક કરો.
- હવે વોટ્સએપ ખોલો અને તેના ચેટને ઓપન કરીને જેમને વીડિયો મોકલવા માંગો છો.
- હવે નીચે દેવામાં આવેલા Attachment આઈકોન ઉપર ટેપ કરો, પછી ગેલેરીના ઓપ્શન ઉપર જાઓ.
- અહીંયાથી તમે વીડિયો સિલેક્ટ કરી લો જે તમે મોકલવા માંગો છો.
- હવે વીડિયો મોકલતા પહેલા તમે ઉપરની તરફ Muteનો આઈકોન દેખાશે. તેના ઉપર ટેપ કરો.
- અંતમાં Send બટનને ટેપ કરો. આવી રીતે વીડિયો અવાજ વગર જ ચાલ્યો જશે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31