Last Updated on March 20, 2021 by
નેપાળે ભારતમાં બનેલી કોરોનાની રસી કોવેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી. આ સાથે જ ભારત બાયોટેકની કોવેક્સિનને સ્વીકૃતિ આપનારો નેપાળ ત્રીજો દેશ બની ગયો છે. ભારતમાં 26,000 લોકો પરની અંતિમ તબક્કાની ટ્રાયલમાં કોવેક્સિન 81 ટકા જેટલી સફળ રહી છે. ભારત અને આફ્રિકી દેશ ઝિમ્બાબ્વેએ પહેલેથી જ આ વેક્સિનના ઉપયોગને મંજૂરી આપી દીધેલી છે.
શરત સાથે ભારતીય વેક્સિનને આપી મંજૂરી
નેપાળ ડ્રગ એડમિનિસ્ટ્રેશને ભારતીય વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે શરતી મંજૂરી આપવામાં આવી હોવાની માહિતી આપી હતી. નેપાળને અત્યાર સુધીમાં ભારત તરફથી એસ્ટ્રાજેનેકાના 23 લાખ ડોઝ મળી ચૂક્યા છે. તે પૈકીના 10 લાખ ડોઝ ભારતે નેપાળને ભેટમાં આપ્યા હતા. ચીને પણ તે કોરોના વેક્સિનના 8 લાખ ડોઝ નેપાળને આપશે તેવું વચન આપેલું છે.
નેપાળે આ મંજૂરી એવા સમયે આપી છે જ્યારે તેના પાસેના કોરોના વેક્સિન ડોઝ ખતમ થઈ ગયા છે અને વેક્સિનેશન રોકી દેવું પડ્યું છે. નેપાળના સ્વાસ્થ્ય વિભાગના પ્રવક્તા જગેશ્વર ગૌતમે વેક્સિન નહીં મળે ત્યાં સુધી રસીકરણ અભિયાન બંધ રહેશે તેમ જણાવ્યું હતું.
40 દેશોએ આ વેક્સીન લેવામાં રસ દાખવ્યો
આ દરમિયાન ભારત બાયોટેકે તેની કોરોના વાયરસ વેક્સિનમાં 40 દેશોએ રસ દાખવ્યો હોવાનો દાવો કર્યો હતો. આ વેક્સિનને બ્રાઝિલ, ફિલિપિન્સ અને થાઈલેન્ડમાં મંજૂરી અપાવવા પ્રયાસ ચાલી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એઈમ્સ હોસ્પિટલ ખાતે ભારત બાયોટેકની કોવેક્સિનનો ડોઝ લીધો હતો. આ સાથે જ તેમણે કોવેક્સિન સાથે સંકળાયેલ સંદેહો પર પૂર્ણવિરામ મુકીને એક તીરથી અનેક નિશાન સાધ્યા હતા.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31