GSTV
Gujarat Government Advertisement

રાજકારણ/ એક ચાવાળો તમારુ દુ:ખ નહીં સમજે તો બીજુ કોણ સમજશે, મોદી અહીં પણ દુખડા રડી આવ્યા

Last Updated on March 20, 2021 by

દેશના ચાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભા ચૂંટણી ડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ચૂંટણી પ્રચાર જોર શોરમાં ચાલી રહ્યો છે. જેના ભાગરુપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે અસામના પ્રવાસે હતી. જ્યાં ચબુઆની અંદર તેમણે એક સભાને સંબોધિત કરી.

વડાપ્રધાન મોદી આસામ પ્રવાસે

વડાપ્રધાને કહ્યું કે ચબુઆની નામની અંદર જ ચા છે. અહીં રોપાયેલો ચાનો છોડ દુનિયાભરમાં જઇને પોતાની સુગંધ ફેલાવે છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ ચાની ઓળખ ભૂંસવા માંગતા લોકોની સાથે છે. કોંગ્રેસ ભારતની સૌથી જૂની રાજનૈતિક પાર્ટી છે, જેણે 50-55 વર્ષ સુધી દેશ પર શાસન કર્યુ છે. જેઓ અત્યારે એવા લોકોનું સમર્થન કરી રહ્યા છે કે જેઓ ચા સાથે જોડાયેલી ભારતની ઓળખને ભૂંસવાનો પ્રયાસ કરી રહ્યા છે. શું આપણે કોંગ્રેસને માફ કરી શકીએ?

કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો

ટૂલકિટ કેસનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે એક ટૂલકિટ તૈયાર કરવામાં આવી હતી, જેની અંદર આસામ અને આપણા યોગને બદનામ કરાયો હતો. કોંગ્રેસ પાર્ટી આ ટૂલકિટ તૈયાર કરનારા લોકોનું સમર્થન કરી રહ્યું છે. આમ છતા તેઓ હજુ પણ અસામની અંદર મત માંગવાનું દુઃસાહસ કરે છે.

એક ચાવાળો તમારુ દુ:ખ નહીં સમજે તો કોણ સમજશે !

વડાપ્રધાન નરેન્દ્ર મોદે આગળ કહ્યું કે અહીં પાંચ વર્ષ પહેલા બ્રહ્મપુત્રા નદી પરના પુલોની સ્થિતિ શું હતી? તે તમે બધા સારી રીતે જાણો છો. નવા પૂલ તો દૂરની વાત છે વર્ષો પહેલા અટલજીની સરકારે જે કામ શરુ કરાવ્યું હતું તે પણ કોંગ્રેસની સરકારે અટકાવી દીધું હતું. અમે આવા તમામ કામોને પુરા કર્યા છે. એક ચાવાળો તમારુ દુ:ખ નહીં સમજે તો બીજુ કોણ સમજશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો