GSTV
Gujarat Government Advertisement

IT Return : મુશ્કેલીઓથી બચવા માંગો છો તો 31 માર્ચ સુધીમાં પૂરા કરો આ 10 કામો

Last Updated on March 20, 2021 by

ચાલુ નાણાકીય વર્ષ 31 માર્ચના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. સરકારે ટેક્સ સહિત વિવિધ મુદ્દાઓ સાથે જોડાયેલા ઘણા કામો પૂર્ણ કરવાની અંતિમ સમયગાળો પણ 31 માર્ચ આપવામાં આવ્યો છે. ત્યારે આવો જાણીએ કે ક્યાં ક્યાં જરૂરી કામ છે જે તમારે 31 માર્ચ સુધીમાં પુરા કરી લેવાના રહેશે.

  • પાન આધાર લિંક કરવાની સાથે આવકવેરો રિટર્ન કે જીએસટી રિટર્ન ભરવા માટે પણ હવે માત્ર 10 દિવસો બચ્યાં છે. જો તમે અંતિમ સમય સુધી કામ નથી કરતા તો તમને ભારે દંડ ભરવો પડી શકે છે.
  • જો 31 માર્ચ સુધી રાન અને આધારને તમે એકબીજા સાથે નથી જોડ્યો તમારુ પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. તે બાદ તમે એકાઉન્ટથી મોટી લેણદેણ કે લોન માટે અરજી કરી શકશો નહીં.
  • 2019-20નું રિવાઈઝ્ડ રિટર્ન નથી ભર્યું તો 31 માર્ચ સુધીમાં પુર્ણ કરી લો. લંબિત રિટર્ન ઉપર 10 હજાર રૂપિયા સુધીનો દંડ લાગશે. 5 લાખ સુધીની આવક ઉપર 1 હજાર રૂપિયાનો દંડ લાગશે. 2019-20ના વર્ષમાં જીએસટી રિટર્ન પણ 31 માર્ચ સુધી ભરવાનું રહેશે. કેન્દ્રના જીએસટીઆર-9 અને જીએસટીઆર-9સી માટે સમય દેવામાં આવ્યો છે.
  • વિવાદથી વિશ્વાસ યોજના હેઠળ આવકવેરાના કેસની પટાવતની છેલ્લી તારીખ 31 માર્ચ છે. સરકારે વગર કોઈ વધારાની રકમથી યોજનામાં ચૂકવણીની છેલ્લી તારીખ 30 એપ્રીલ 2021 નિર્ધારીત કરી છે.
  • આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ 13 મે, 2020ના રોજ તત્કાલીન ગેરેન્ટી દેવા યોજના શરૂ કરવામાં આવી હતી. જે હેઠળ એમએસએમઈને સરકારની ગેરેન્ટી ઉપર લોન આપવામાં આવતી હતી. યોજના હેઠળ આવેદનની છેલ્લી તારીખ 31 માર્ચ છે.
  • દેના બેંક, વિજયા બેંક, કોર્પોરેશન બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, આંધ્રા બેંક, યુનાઈટેડ બેંક અને અલાહાબાદ બેંકની જૂની ચેકબુક 31 માર્ચ સુધી માન્ય રહેશે. તેનું અન્ય બેંકોમાં વિલય થઈ ચુક્યું છે. સિંડીકેટ બેંકની ચેકબુક 30 જૂન સુધી માન્ય રહેશે. જેનું વિલય કેનરા બેંકમાં થયું છે.

સરકારી કર્મચારીઓને 10 હપ્તામાં પરત કરવાનો વિકલ્પ મળશે

  • સરકારી કર્મચારીઓને તહેવાર પહેલા વિના વ્યાજે 10 હજાર રૂપિયા સુધી પહેલા ચૂકવણી કરવાની સુવિધા મળી હતી. જેમાં વધારેમાં વધારે 10 હપ્તામાં પરત કરવાનો વિકલ્પ મળશે. કર્મચારીને તે સિવાય 31 માર્ચ સુધી અરજી કરી શકે છે.
  • પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લોન ઉપર સબ્સિડી લેવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. એમઆઈજી-1 અને એમઆઈજી-2 ક્ષેણીઓમાં સબ્સિડી માટે 10 દિવસની અંદર અરજી કરવાની રહેશે. 6થી 18 લાખ સુધીની આવકવાળા વર્ગના લોકોનો તેમા સમાવેશ થાય છે.
  • એલટીસીના અવેજમાં રોકડ વાઉચર લેવા માગો છો તો કર્મચારીએ 31 માર્ચ સુધી જરૂરી બિલ પોતાના નિયોક્તાની પાસે જમા કરાવાનું રહેશે. આ લાભ તેને જ મળશે જે કોરોનામાં પ્રતિબંધોના કારણે યાત્રા કરી શક્યાં નથી.
  • મહામારીમાં એનઆઈઆઈ અને વિદેશી નાગરિકોને લાંબા સમાય સુધી ભારતમાં રોકાવું પડ્યું હતં. તેવામાં 2020-21 માટે તેમને બેવડો માર પડી શકે છે. સીબીડીટીએ આવા કરદાતાઓને 31 માર્ચ સુધી ફોર્મ એનઆર જમા કરવાની છુટ આપી છે. કારણ કે તેને બેવડો કર ન આપવો પડે.

એક એપ્રિલથી ચાર નવા નિયમો થશે લાગુ

ઈપીએફ અંશદાન

આવકવેરાના નવા નિયમ પ્રમાણે 1 એપ્રિલથી કર્મચારી ભવિષ્ય નિધિમાં વાર્ષિક 2.5 લાખ રૂપિયાથી વધારે જમા ઉપર મળેલુ વ્યાજ હવે આવકવેરાના દાયરામાં આવશે. 2 લાખ રૂપિયા પ્રતિમાસથી વધારે વેતન લેનારા કર્મચારીઓ તેના દાયરામાં આવી શકે છે.

પ્રિ-ફિલ્ડ આઈટીઆર ફોર્મ

કર્મચારીઓની સગવડતા માટે IT રિટર્ન દાખલ કરવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી રહી છે. આવકવેરા વિભાગે નવા નાણાકીય વર્ષથી પહેલા ભરેલું આઈટીઆર ફોર્મ આપશે.

રિટર્ન ભરવામાં મળશે છુટ

1 એપ્રિલથી 75 વર્ષથી વધારે ઉંમરના વરિષ્ઠ નાગરીકોને આઈટીઆઈ ભરવામાં છુટ દેવામાં આવી છે. આ લાભ તેને જ મળશે જેની આવક માત્ર પેન્શન અને એફડીના વ્યાજથી થાય છે.

બમણો ટીડીએસ

રિટર્ન ભરવાને પ્રોત્સાહન આપવા માટે સરકારે ટીડીએસના નિયમો કડક કરી નાંખ્યાં છે. હવે આવકવેરાની કલમ 206એબી હેઠળ જો રિટર્ન નહીં ભરે તો તેને 1 એપ્રિલ બાદ બમણો ટીડીએસ ભરવો પડશે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો