GSTV
Gujarat Government Advertisement

બંગાળમાં છેલ્લી પાટલીએ : આબરૂને પણ જોખમમાં મૂકતો ભાજપ, જેમને ઉમેદવાર જાહેર કર્યા એમને જાહેરમાં કહ્યું નથી જોઈતી ટિકિટ

Last Updated on March 20, 2021 by

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના છેલ્લા ચાર તબક્કા માટેની ભાજપની ઉમેદવાર- યાદીમાં બે રાજકારણીઓનો સમાવેશ કરાયો છે. સદ્ગત પીઢ કોંગ્રેસી નેતા સોમેન મિત્રના પત્ની શિખા મિત્રા, જ્યારે ોવર્તમાન તૃણમૂલ ધારાસભ્ય માલા સાહાનાપતિ તરૂણ સાહા. આ બંને અગ્રણીઓ ભાજપમાં નથી અને એમણે વીડિયો મેસેજ મારફતે એમની ઉમેદવારીની જાહેર ટીકા કરી છે.

ભાજપમાં જોડાયા નથી છતાં ટિકિટ આપી દીધી

મિત્રાએ જણાવ્યું છે કે તેઓ ભાજપમાં છે નહિં અને ક્યારેય હતા નહિ, ભાજપની ટિકિટ પર લડવું એ મારા માટે શક્ય નથી. બીજી બાજુ, તરૂણ સાહાએ પણ એમની ઉમેદવારીના સમાચાર સાંભળીને આઘાત વ્યકત કરતાં કહ્યું કે તેઓ એમના (ટીએમસીના) ઉમેદવારોના પ્રચારમાં વ્યસ્ત છે. પોતે ભાજપમાં જોડાયા નથી છતાં ભાજપે એમને ટિકિટ આપી છે. એમ જાણવા મળ્યું છે. સાહા ઉત્તર કોલકત્તામાં જાણીતા છે અને કોલકત્તા મ્યુનિસિપલ કોર્પોરેશનના પીઢ સભ્ય છે.

મોદી- મમતા : પશ્ચિમ બંગાળમાં લડાઈની ઉગ્રતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ગુરૂવારે સાથોસાથ યોજેલી રેલીમાં મતદારોને બંને વચ્ચે ઉગ્ર બનેલું શાબ્દિક યુધ્ધ જોવા મળ્યું છે. મોદીએ પુરૂલિયામાં યોજેલી રેલીમાં મમતાના ‘ખેલા હોબે’ સૂત્રની નકલ કરીને નવું સૂત્ર ‘ વિકાસ હોબે’ને વહેતુ મૂક્યું. મમતાએ વળતાં જવાબ રૂપે ખડગપુરમાં મોદીને નકલ બદલ ટોન્ટ માર્યો. ‘પરિવર્તન’ એ મમતા બેનરજીનું સૂત્ર છે. એને ધ્યાનમાં રાખીને મમતા બેનરજીએ મોદીને સવાલ કર્યો કે ” તમે (મોદી) મમતા બેનરજીની નકલ કેમ કરો છો ? પ.બંગાળમાં જીતીને અમે દિલ્હી પર ચઢાઈ કરીશું. અને ભાજપને હચમચાવી મૂકીશુ.” મોદીએ મમતા બેનરજી અને એમના પક્ષ ટીએમસી પર પ્રહાર કરતાં કહ્યું કે ”દીદી, ઓ દીદી…, તમે ૧૦ વર્ષ સુધી રાજ કર્યું. હવે રમત પૂરી થઈ જશે અને વિકાસ શરૂ થશે. વડાપ્રધાને ભ્રષ્ટાચાર અને વિકાસના અભાવના મુદ્દે મમતાને લક્ષ્ય બનાવ્યા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો