Last Updated on March 20, 2021 by
મોદી સરકારેના નાણાકીય વર્ષ 2021-22 માટે રોકાણ અને ખાનગીકરણનો લક્ષ્ય 1.75 લાખ કરોડ રૂપિયા રાખ્યો છે. તે સિવાય આવનારા ત્રણ નાણાકીય વર્ષોમાં સરકારી કંપનીઓની એસેટ મોનેટાઈઝેશનના માધ્યમથી 2.5 લાખ કરોડ રૂપિયા એકઠા કરવાની તૈયારી છે. આ પ્રક્રિયામાં સરકાર ઘણી ઝડપથી ખાનગીકરણ તરફ આગળ વધી રહી છે. બજેટમાં બે પબ્લીક સેક્ટર બેંકો અને એક ઈન્શ્યોરન્સ સેક્ટર કંપનીનું ખાનગીકરણની જાહેરાત કરવામાં આવી છે. પીએમ મોદી પોતે કહી ચુક્યાં છે કે, જો સરકારી કંપની કામની નથી રહી કે નફામાં નથી તેવી કંપનીઓનું ખાનગીકરણ કરવામાં આવશે.
આ વચ્ચે પેટ્રોલિયમ સેક્રેટરી તરૂણ કપુરે સ્પષ્ટ કહ્યું હતું કે, અત્યારે GAILના ખાનગીકરણને લઈને પ્લાન નથી. બજેટમાં માત્ર એક સ્વતંત્ર TSO એટલે કે Transport service operator ની નિમણૂંક કરવામાં આવશે. સરકારે પહેલા જ કહી દીધું હતું કે તે માર્કેટિંગ બિઝનેશને પાઈપલાઈન બિઝનેશથી અલગ રાખશે. સરકાર આ નવરત્ન કંપનીને વધારે કોમ્પિટિટિવ અને ક્રેડિબલ બનાવવા માગે છે. આ વાત પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મે 2020માં કહી હતી.
પાઈપલાઈન નેટવર્ક બમણું કરવાનું લક્ષ્ય
જો કે સરકાર આ પ્લાન ઉપર આગળ વધવાનો નિર્ણય લીધો નથી. રિપોર્ટસ પ્રમાણે GAIL પોતાના પાઈપલાઈન નેટવર્કને બમણું કરીને 34000 કિલોમીટર સુધી તેનો વિસ્તાર કરવા માગે છે. માનવામાં આવી રહ્યું છે કે, જો સરકાર માર્કેટિંગ અને પાઈપલાઈન બિઝનેસને અલગ અલગ કરશે તો બજારમાંથી ફંડ એકઠુ કરવામાં કંપનીને સમસ્યા થશે. જો કે, બિઝનેશ અલગ અલગ કરવાથી કંપનીની બેલેન્સશીટ બગડી શકે છે. તેવામાં કંપનીને વધારે દરથી બજારમાંથી પૈસા મળશે.
ગેસ પાઈપલાઈન બિઝનેશમાં કંપનીનો એકચક્રી સાશન
ગેસ પાઈપલાઈન બિઝનેશમાં અત્યારે GAILની મનમાની ચાલે છે. 70 ટકા trunk gas pipelines નેટવર્ક ઉપર આ કંપનીનું એકચક્રી સાશન છે. ટ્રંક ગેસ પાઈપલાઈનના માધ્યમથી એક દેશમાંથી બીજા દેશ અને એક રાજ્યમાંતી બીજા રાજ્યની વચ્ચે ગેસ અને ક્રુડ ઓઈલ મોકલવામાં આવે છે. ગેલ ભારતનો સૌથી મોટો ગેસ સપ્લાયર છે. તેવામાં TSOની નિમણૂંક બાદ પાઈપલાઈન નેટવર્ક બિઝનેશમાં બીજી કંપનીઓ પણ આવી શકે છે.
સરકારની પાસે 51.45 ટકા ભાગીદારી
GAIL એક નવરત્ન કંપની છે. વર્તમાનમાં સરકારની પાસે આ કંપનીની 51.45 ટકા ભાગીદારી છે. DIPAM સચીવ તુહીન કાંત પાંડેએ શુક્રવારે કહ્યું કે સરકારે ગેલ શેર પાછા ખરીદી કરીને 747 કરોડ રૂપિયા પ્રાપ્ત કર્યાં છે. 25 ફેબ્રુઆરીએ ગેલે શેર બાયબેક કર્યાં હતાં.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31