Last Updated on March 20, 2021 by
દિલ્હીમાં રાશનની ડોર સ્ટેપ ડિલીવરી યોજના મામલે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે ખેંચતાણનો અંત આવ્યો છે. કેન્દ્ર સરકાર તરફથી ‘મુખ્યમંત્રી ઘર-ઘર રાશન યોજના’ને અટકાવવાનો આદેશ કરાયા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નિર્ણય કર્યો કે – હવે આ યોજનાને કોઈ નામ જ નહીં અપાય. લોકોને આમ જ ઘરે રાશન પહોંચાડવામાં આવશે.
આ તેમનું 20 વર્ષ જુનું સ્વપ્ન હતું
કેજરીવાલે જણાવ્યું કે, આ તેમનું 20 વર્ષ જુનું સ્વપ્ન હતું. ગરીબોને સ્વચ્છ અને સરળતાથી રાશન પહોંચાડવાનું સ્વપ્ન તેઓ રાજકરણમાં આવ્યા પહેલાથી જોતા આવ્યા છે. સત્તામાં આવ્યા બાદ યોજના પર કામ કર્યું. રાશન ચોરી મોટા પાયે થતી રહી છે, રાશન માફિયા સંપૂર્ણ રીતે હાવી હતા. વિરોધ કરવા રાશન માફિયા અવાજ ઉઠાવનારાઓ પર હુમલો કરતા.
રાશન પહોંચાડવાની યોજના પર 4 વર્ષથી કામ કરી રહ્યાં હતા
ઘરે-ઘરે રાશન પહોંચાડવાની યોજના પર 4 વર્ષથી કામ કરી રહ્યાં હતા. તેમને આ બાબતે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. રાશન માફિયા ઘણા તાકતવર છે, આ ક્રાંતિકારી યોજના છે. રાશન માફિયા તેમને સરળતાથી નહીં કામ કરવા દે. કેજરીવાલે કેન્દ્રના વિરોધ પર કહ્યું કે,‘અમારું કામ જનતા સુધી પ્રામાણિકતાથી રાશન પહોંચાડવાનું છે. આ યોજનાનું ક્રેડિટ લેવા અમે નથી આવ્યા. અગાઉ લોકોએ રાશન લેવા લાઈનો લગાવવી પડતી હતી. હવે તેનું સમાધાન નીકાળી લોટ, ચાવલ પેક કરી લોકોના ઘરે પહોંચાડી દેવામાં આવશે.’
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31