Last Updated on March 20, 2021 by
ફેસબુક આધારિત મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAppએ કેટલાક આઈફોન યુઝર્સ માટે પોતાનો સપોર્ટ બંધ કરી દીધો છે. આ સપોર્ટતે યુઝર્સ માટે બંધ થઈ રહ્યો છે જેનો ફોન iOS 9 ઉપર કામ કરે છે. એટલે કે જો કોઈ પણ આઈફોન યુઝરને પોતાનું વોટ્સએપ ચલાવવું છે તો તેનો ફોન iOS 10 કે તેની ઉપર હોવો જોઈએ. તમામ આઈફોન 5 કે તેની ઉપરના યુઝર્સ વોટ્સએપનો ઉપયોગ કરી શકે છે. જ્યારે આઈફોન 4 અને 4s યુઝર્સને સપોર્ટ નહીં મળે. આઈફોન 5ને iOS 10.3 સુધી અપડેટ કરવામાં આવ્યું છે.
એન્ડ્રોઈડની જો વાત કરીએ તો તે સપોર્ટ એન્ડ્રોઈડ 4.0.3 કે તેની ઉપરના વર્જન માટે છે. iOS અને એન્ડ્રોઈડ સિવાય વોટ્સએપ KaiOS ઉપર કામ કરે છે. તે જિયો ફોન અને જિયોફોન 2 ઉપર પણ કામ કરે છે. પરંતુ તમારી પાસે કોઈપણ ફોન છે જેનું વર્જન જૂનુ થઈ ગયું છે તેવામાં વોટ્સએપ પોતાનો સપોર્ટબંધ કરી દેશે અને તમારા ફોન ઉપર ક્યારેય વોટ્સએપ ચાલી નહીં શકે.
કંપની આપી શકે છે નવું ફીચર
જણાવી દઈએ કે તાજેતરમાં વોયસ મેસેજને પ્લેબેક સ્પીડને લઈને એક ફીચર ટેસ્ટ કરવાનું શરૂ થયું છે. તેવામાં કંપની જલ્દી જ વોયસ મેસેજીસને અલગ અલગ પ્લેબેક સ્પીડમાં પ્લે કરનારૂ ફીચર એડ કરી શકે છે. હાલમાં યુઝર્સ રિસીવ થયેલા વોઈસ મેસેજને માત્ર નોર્મલ સ્પીડમાં ચેક કરી શકે છે. જો કે, નવા ફીચરથી વોઈસ મેસેજને ધીમુ કે ઝડપી સાંભળી શકાશે.
બેકઅપ ચેટ્સ ફિચરનો યુઝર્સ કરી રહ્યાં છે ઉપયોગ
વોટ્સએપ સતતપોતાના યુઝર્સને નવા ફીચર્સ આપી રહ્યાં છે. WhatsApp એ તાજેતરમાં જ પોતાના બેકઅપ ચેટ્સને પણ પાસવર્ડ પ્રોટેક્ટ કરી દીધા છે. હવે તમારે તે બેકઅપ ચેટ્સ પણ Encrypted થઈ ગયાં છે. જો કે તમારે બેકઅપને જોવા માટે પાસવર્ડનો ઉપયોગ કરવો પડશે. હવે તમારે તમારા મેસેજને વારંવાર ડિલીટ કરવાની જરૂરત નહીં રહે. તાજેતરમાં જ મેસેજિંગ એપમાં Automatic Message Delete નો ઓપ્શન પણ આપવામાં આવ્યો છે. હવે ચેટ્સ કેટલાક સમય બાદ ડિલીટ થઈ શકે છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31