Last Updated on March 20, 2021 by
જેવી રીતે લાખો ટ્વિટર યુઝર પોતાના ટ્વિટમાં વર્તનની ભૂલને ઠીક કરવા માટે એક એડિટ બટનની માંગ કરી રહ્યાં છે.ટ્વિટરે એક અન્ડુ ટ્વિટ ફીચરનું ટેસ્ટિંગ શરૂ કર્યું છે. આ પહેલા સબ્સક્રિપ્શન સેવાના માધ્યમથી પેડ કસ્ટમર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે. ટ્વિટરે આ વાતની પુષ્ટી કરી છે કે, તે અન્ડુ ટ્વિટની સુવિધાનું પરિક્ષણ કરી રહ્યાં છે. એપના રિસર્ચર જેન માનચુન વોંગને સૌથી પહેલા ફીચર સાથે જોડાયેલા એક સબ્સક્રિપ્શન સ્ક્રીનને ડિસ્કવર કરી છે. તેણે શુક્રવારે એક સ્ક્રીનશોટની સાથે એક ટ્વિટમાં કહ્યું છે કે, ટ્વિટર અન્ડુ ટ્વિટ જેવા પેડ ફિચર માટે એપ સબ્સક્રિપ્શન ઉપર કામ કરી રહ્યું છે.
Twitter is working on app subscription for paid features like “Undo Tweet” https://t.co/CrqnzIPcOH pic.twitter.com/Ct16Gk2RL1
— Jane Manchun Wong (@wongmjane) March 19, 2021
કેવી રીતે કામ કરશે UNDO બટન
આ સુવિધા એક ટ્વિટને ડિલીટ કરવાથી અલગ છે. જો કે, હાલ તો તમામ યુઝર્સ માટે આ સેવા ઉપલબ્ધ છે. કારણ કે એક ટ્વિટને UNDO કરીને તેને મોકલવાથી રોકી શકાશે. જીમેઈલ ઈમેઈલ સર્વિસ માટે આ પ્રકારની સુવિધા આપે છએ. અહીંયા જ્યાં SENDના બટન ઉપર ક્લિક કર્યાં બાદ મેસેજને મોકલવાથી રોકવા માટે એક નાના વિંડોનું વિકલ્પ આપવામાં આવે છે. ટ્વિટર ઉપર UNDO બટન એક પ્રોગ્રેસ બારના રૂપમાં નજરે પડશે. તે દર્શાવે છે કે,તમારા દ્વારા મોકલતા પહેલા એક ટ્વિટને કેટલા સમય UNDO કરવાનું રહેશે.
યુઝર્સને મળશે 30 સેકન્ડનો સમય
અન્ડુ સેંડ બટનથી યુઝર્સને કોઈને મોકલતાપહેલા ટાઈપોસ અને બીજી ભુલથી સાથે એક ટ્વિટને પાછુ લેવા માટે 30 સેકન્ડ આપવામાં આવે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે.
શું છે કંપનીનું પ્લાનિંગ ?
આ માત્ર એડિટ બટનનો એક વિકલ્પ હશે. જે યુઝર વર્ષોથી માંગી રહ્યં છે. ટ્વિટરનું લક્ષ્ય 2023માં ઓછામાં ઓછા 315 મિલિયન mDAUની સાથે પોતાના ટોટલ એન્યુઅલ રેવેન્યુને બમણી કરવાનો છે. ટ્વિટરના સીઈઓ જૈક ડોર્સીનું કહેવું છે કે આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પેડ સબ્સક્રિપ્શન સર્વિસ મહત્વનું પગલું છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31