GSTV
Gujarat Government Advertisement

ભારત અને અમેરિકાની સેના વચ્ચે થઈ મોટી સમજૂતિઓ : ચીન અને પાકિસ્તાનને લાગશે ઝટકો, અમેરીકાના રક્ષામંત્રી ભારતમાં

Last Updated on March 20, 2021 by

અમેરીકાના રક્ષામંત્રી લોયડ જેમ્સ ઓસ્ટિન આ સમયે ત્રણ દિવસીય ભારત પ્રવાસે છે. આજે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ અને અમેરીકાના રક્ષામંત્રી લોયડ જેમ્સ ઓસ્ટિન વચ્ચે વિજ્ઞાન ભવનમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થઈ. આ બેઠકમાં બંન્ને દેશો વચ્ચે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સહમતિ થઈ. આ દરમિયાન CDS જનરલ બિપિન રાવત અને ત્રણેય સેનાઓના ચીફ હાજર રહ્યાં હતા.

મજબૂત ડિફેન્સ ભાગીદારીને વધુ આગળ વધારવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ

પ્રતિનિધિ સ્તરની વાતચીત બાદ જાહેર કરવામાં આવેલા નિવેદનમાં રાજનાથ સિંહે જણાવ્યું કે, ભારતીય સેના અને યુએસ ઈન્ડો-પેસિફિક કમાંડ, આફ્રિકા કમાંડ વચ્ચે અમે સહયોગ વધારવા પર સહમત થયાં છીએ. અમે LEMOA, COMCASA અને BECA સમજુતિઓ પર સહી કરી છે. ભારત અમેરીકા સાથે મજબૂત ડિફેન્સ ભાગીદારીને વધુ આગળ વધારવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

આપણો સંબંધ ફ્રી અને ઓપન ઈન્ડો પેસિફિક રિઝનનું એક ગઢ

અમેરીકાના રક્ષામંત્રી ઓસ્ટિને કહ્યું, આપણો સંબંધ ફ્રી અને ઓપન ઈન્ડો પેસિફિક રિઝનનું એક ગઢ છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત ફ્રીડમ ઓફ નેવિગેશન અને ફ્રીડમ ઓફ ઓવરફ્લાઈટ માટે ઊભું છે. આ પ્રાદેશિક સુરક્ષા માટે આપણો સંયુક્ત દ્રષ્ટિકોણ કન્ફર્મ કરે છે.

વૈશ્વિક રાજનીતિની ભાગીદારીનો પુરી ક્ષમતાનો અનુભવ કરવા માટે દૃઢ

સંયુક્ત નિવેદન જાહેર કરતા રાજનાથ સિંહે કહ્યું, મને એ કહેતા ખુશી થાય છે કે રક્ષામંત્રી ઓસ્ટિન અને તેમના પ્રતિનિધિમંડળ સાથે અમારી વ્યાપક અને ઉપયોગી વાતચીત થઈ. અમે વ્યાપક વૈશ્વિક રાજનીતિની ભાગીદારીનો પુરી ક્ષમતાનો અનુભવ કરવા માટે દૃઢ છીએ.

બંન્ને દેશો વચ્ચે સૈન્ય ગતિવિધિઓ વધતા ચીનની ચિંતા વધી જશે

રક્ષા સહયોગ પર વ્યાપકપણે વાતચીત મિલિટરી ટૂ મિલટરી એંગેજમેન્ટ વધારવા માહીતી અને ભાગીદારી અને રક્ષા અને મ્યૂચ્યુઅલ લોજિસ્ટિક સપોર્ટના ઉભરતા ક્ષેત્રમાં સહયોગ પર પણ ચર્ચા થઈ. બંન્ને દેશો વચ્ચે સૈન્ય ગતિવિધિઓ વધતા ચીનની ચિંતા વધી જશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો