Last Updated on March 20, 2021 by
પોતાના પૂર્વવર્તી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાસ્થ્યને લઈ સવાલો ઉઠાવનારા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન પોતે જ સવાલોના ઘેરામાં ફસાયા છે. 78 વર્ષીય બાઈડન શુક્રવારે પોતાના સત્તાવાર વિમાન એરફોર્સ વનની સીડીઓ પરથી 3 વખત પડી ગયા હતા. તેઓ સીડી પરથી પડ્યા તેના એક દિવસ પહેલાં જ તેમણે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને ‘રાષ્ટ્રપતિ’ ગણાવી દીધા હતા.
હવાના કારણે બાઈડન સીડીઓ પર પડી ગયા હતા
આ બધા વચ્ચે રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઈટ હાઉસે આ મામલે સ્પષ્ટતા કરી છે અને હવાના કારણે બાઈડન સીડીઓ પર પડી ગયા હતા તેમ જણાવ્યું છે. સાથે જ રાષ્ટ્રપતિ 100 ટકા સ્વસ્થ છે તેવો દાવો પણ કરવામાં આવ્યો હતો. બાઈડન જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ પર એરફોર્સ વન પર સવાર થઈ રહ્યા હતા તે સમયે 3 વખત સીડીઓ પર પડી ગયા હતા. વ્હાઈટ હાઉસના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી કૈરીન જીનએ આ દુર્ઘટના પાછળ ભારે પવનને જવાબદાર ગણાવ્યો હતો. કૈરીનના કહેવા પ્રમાણે ભારે પવન ફુંકાઈ રહ્યો હોવાથી પગ લપસ્યો હોવાની શક્યતા છે બાકી રાષ્ટ્રપતિ બાઈડન 100 ટકા સ્વસ્થ છે.
President Joe Biden trips climbing the stairs to Air Force 1 pic.twitter.com/x8UD7q0a48
— The Hill (@thehill) March 19, 2021
કવરેજ ન થવાથી રિપબ્લિકન પાર્ટીમાં રોષ
બાઈડન સીડીઓમાં પડી ગયા તે ઘટનાનું મીડિયા કવરેજ ન થયું તેને લઈ રિપબ્લિકન પાર્ટીએ હુમલો કર્યો છે. પાર્ટીના કહેવા પ્રમાણે ટ્રમ્પ મુદ્દે 4 વર્ષ સુધી હલ્લો કરનારા મીડિયાએ બાઈડન પ્રત્યે નરમ વલણ દાખવ્યું છે.
અમેરિકાના સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ
78 વર્ષીય જો બાઈડને 20 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કર્યા હતા. તેઓ અમેરિકાનું રાષ્ટ્રપતિ પદ સંભાળનારા સૌથી વૃદ્ધ નેતા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31