Last Updated on March 20, 2021 by
જગત જમાદાર એવા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન વિમાનના પગથિયાં પર ચઢતી વખતે એકસાથે ત્રણવાર લપસી પડયા હતા. આમછતાં તેમને કોઈ ઈજા નહોતી પહોંચી. બાઈડેનના લપસવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. વ્હાઈટ હાઉસના પ્રવકતા અનુસાર, રાષ્ટ્રપતિ બાઈડેન 100 ટકા બિલ્કુલ ઠીક છે. વધુ હવા હોવાથી કદાચ આવું બન્યું હશે તેવો મત વ્યક્ત કર્યો હતો.
It had to be done. pic.twitter.com/7PsDHGKbiC
— Caleb Hull (@CalebJHull) March 19, 2021
જુઓ અમેરિકાના રાષ્ટ્રપતિનો આ વીડિયો
એટલાન્ટા જતી વખતે તેઓ વિમાનમાં ચઢતી વખતે અચાનક લપસી ગયા અને ફરીથી ઊભા થવા જતા તેઓ ફસડાયા હતા. છતાં તેઓએ પોતાની જાતને બરાબર સંભાળી લઈને આગળ વધ્યા હતા. વીડિયોમાં દર્શાવ્યા પ્રમાણે રાષ્ટ્રપતિ બાઈડેન ઊભા થઈ પોતાને વ્યવસ્થિત કરતા જોવા મળ્યા હતા. બાદમાં તેઓ ધીમે-ધીમે આગળના પગથિયા ચઢ્યા હતા અને પાછળ વળીને સેલ્યૂટ પણ કર્યું હતું.
બાઇડનના સ્વાસ્થ્યને લઇને ઉઠ્યા સવાલ
વ્હાઈટ હાઉસના પ્રવક્તાએ એ સ્પષ્ટતા ન કરી કે, આ ઘટના બાદ ટ્રાવેલિંગ ફિઝિશિયને બાઈડેનની તપાસ કરી કે નહીં. જો કે બાઇડનના સ્વાસ્થ્યને લઇને સવાલ જરૂર ઉઠી રહ્યાં છે. આ અગાઉ ગત નવેમ્બર મહિનામાં પોતાના ડોગની સાથે વોકિંગ દરમિયાન બાઈડેનને જમણા પગમાં ફ્રેકચર થયું હતું. ગત 20 જાન્યુઆરીએ બાઈડેને અમેરિકાના રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કર્યા હતા. બાઈડેન અમેરિકાના સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31