GSTV
Gujarat Government Advertisement

1400 ટકા ઉછળ્યો/ 7 લાખ રૂપિયા એક જ વર્ષમાં બની ગયા એક કરોડ, આ એક શેરે રોકાણકારોને કરી દીધા માલામાલ

Last Updated on March 20, 2021 by

ઠીક એક વર્ષ પહેલાની વાત જ્યારે ભારતના કોરોના વાયરસની એન્ટ્રી થઈ હતી. 25 માર્ચના સમગ્ર દેશમાં કેસ વધવાને કારણે શેરબજારમાં ક્રેશ થયું છે. લોકડાઉન પહેલાં બરાબર 24 માર્ચના પહેલાં શેર બજારો ધડામ કરતાં તૂટીને 25638 સ્તર સુધી પહોંચ્યા હતા. છેલ્લા એક વર્ષમાં શેરબજારનું પ્રદર્શન જોરદાર રહ્યું છે. સેન્સેક્સમાં પણ 100 ટકાનો ઉછાળો નોંધાયો છે.  આ પ્રદર્શનમાં એક શેર એવો પણ છે કે ને માર્ચના ન્યૂનત્તમ સ્તરથી 1400 ટકા વધુ ઉછળ્યો છે.

દરેક રોકાણકાર ઇચ્છે છે કે તે એવા શેરોમાં રોકાણ કરે જેમાંથી સૌથી વધારે રિટજ્ઞન મળે. Intellect Design Arena  આ પ્રકારનો જ એક શેર છે જેને રોકાણકારોને માલામાલ કરી દીધા છે. જો આ શેરમાં 25 માર્ચ 2020ના રોજ લગભગ 7 લાખ રૂપિયા કોઈએ રોકાણ કર્યું હોય તો તે રૂપિયા વધીને એક કરોડ રૂપિયા થઈ ગયા છે. આટલા રિટર્ન છતાં પણ આ શેરમાં હજુ પણ તેજી ચાલું છે. Intellect Design Arena નો શેર ભાવ આજે 14.76 ટકા ઉછળીને 678 રૂપિયાએ બંધ થયો છે. 25 માર્ચના રોજ આ શેરનો ભાવ માત્ર 43 રૂપિયા હતો જે વધીને 678 રૂપિયા થઈ ગયો છે.

આ એક જ સપ્તાહમાં 15 ટકા રિટર્ન

આ છેલ્લા કારોબારી સત્રમાં આ શેરના ભાવમાં 15 ટકાનો ઉછાળો આવ્યો છે. સાપ્તાહિક આધાર પર આ શેર 36 ટકા અને એક મહિનામાં 56 ટકા વધ્યો છે. 2022 સુધી કંપનીએ 30 ટકા ગ્રોથનો અંદાજ મૂક્યો છે. હાલમાં જ આ કંપનીએ Magic Aadhaar લોન્ચ કર્યું છે જે બહુ જ સફળ છે.

રેવન્યુમાં ભારે ઉછાળો

31 ડિસેમ્બર સુધીમાં આ કંપનીની રેવન્યુંમાં 11 ટકાનો ઉછાળો આવ્યો છે. શરૂઆતના 9 મહિનામાં આ 1104 કરોડ રૂપિયા રહ્યું હતું. કંપનીએ લાઈસન્સ આવકમાં વાર્ષિક 70 ટકા, ક્લાઉડ રેવન્યુમાં 38 ટકાનો વધારો થયો છે. આ કંપનીમાં એફપીઆઈનું રોકાણ વધ્યું છે. એફપીઆઈની પાસે આ કંપનીની 24.12 ટકા ભાગીદારી છે. પ્રમોટર આ કંપનીમાં 31.3 ટકાનો હિસ્સો ધરાવે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો