GSTV
Gujarat Government Advertisement

કોરોના ઈફેક્ટ/ 2.28 લાખ પાંચ વર્ષથી નીચેના બાળકો અને સગર્ભા મહિલાઓના થઇ શકે છે મોત : જાણો કારણો

સગર્ભા

Last Updated on March 20, 2021 by

યુનાઈટેડ નેશન્સના ચિંતાજનક અહેવાલમાં કહેવાયું હતું કે કોરોનાના કારણે ભારતના સમગ્ર સ્વાસ્થ્ય ક્ષેત્રનું ધ્યાન મહામારી રોકવા તરફ હતું, તેના કારણે પાંચ વર્ષથી નીચેના બાળકો અને સગર્ભ મહિલાઓના મૃત્યુદરમાં વધારો થવાની શક્યતા છે. સપ્ટેમ્બર સુધી હજુ પણ સ્થિતિ ગંભીર હોવાનું કહેવાયું હતું.

સગર્ભા

ભારતમાં બાળકો અને સગર્ભા મહિલાઓના મૃત્યુદરમાં ૮,૦૦૦નો વધારો થશે

યુનિસેફ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને યુએન પોપ્યુલેશન ફંડના અહેવાલમાં કહેવાયું હતું કે ભારતમાં ચાલુ વર્ષના સપ્ટેમ્બર સુધીમાં હજુ પણ બાળકો અને સગર્ભા મહિલાઓના મૃત્યુદરમાં ૮,૦૦૦નો વધારો થશે. સમગ્ર દેશના સ્વાસ્થ્ય ક્ષેત્રનું ધ્યાન કોરોનાને રોકવા તરફ હોવાથી અન્ય સ્વાસ્થ્ય ક્ષેત્રની સેવા પર ગંભીર અસર થઈ છે. તેના કારણે બાળકો અને ગર્ભવતી મહિલાઓની સારવારમાં જોઈએ એટલું ધ્યાન આપી શકાયું નથી.

સગર્ભા

અન્ય દેશોના આંકડા

અહેવાલ પ્રમાણે ઓક્ટોબર-૨૦૨૦થી સપ્ટેમ્બર-૨૦૨૧ દરમિયાન ભારતમાં પાંચ વર્ષથી નીચેના બાળકો અને સગર્ભ મહિલાઓનાં મૃત્યુદરમાં વધારો થાય તેવી શક્યતા નકારી શકાતી નથી. ભારત-બાંગ્લાદેશ-પાકિસ્તાન-નેપાળ-અફઘાનિસ્તાન-શ્રીલંકામાં બાળકો અને મહિલાઓના મોતનો આંકડો ૨.૨૮ લાખને પાર પહોંચી તેવી શક્યતા છે.

યુએનની એજન્સીઓએ આગામી મહિનાઓમાં આ દિશામાં ધ્યાન આપીને યોગ્ય પગલાં ભરવાની સલાહ આપી છે. ખાસ તો ભારતની વસતિને ધ્યાનમાં રાખીને ભારતમાં પાંચ વર્ષથી નીચેના બાળકો અને ગર્ભવતી મહિલાઓની સારવારમાં કોઈ જ બાંધછોડ ન થાય તેવા પગલાં ભરવા જરૃરી હોવાનું યુએને કહ્યું હતું.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો