Last Updated on March 20, 2021 by
IND vs ENG T20: ઇંગ્લેન્ડ સામે પડકારજનક સ્થિતિમાં વિજય મેળવીને શ્રેણી ૨-૨થી બરોબર કર્યા પછી ભારત તેની સામે ટેસ્ટ શ્રેણી વિજયનું પુનરાવર્તન કરવાના ઇરાદા સાથે ઉતરશે. તેની સાથે T20 વર્લ્ડ કપ માટે તેની મુખ્ય ટીમને અંતિમ સ્વરુપ આપવાની દિશામાં વધારે મજબૂતાઈથી આગળ વધશે.
ભારતનો નવો અભિગમ
ભારત ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં એકદમ તાજા અને કોઈપણ પ્રકારના ડર વગરના તથા હિંમતપૂર્વક રમવાના અભિગમથી ઉતર્યુ છે. તેણે વર્લ્ડ કપ માટેની તૈયારીઓ આ સિરીઝની સાથે જ આદરી દીધી છે, પછી ભલેને મેચનું પરિણામ ગમે તે આવે. ભારત આગામી વર્લ્ડ કપમાં પણ આ જ અભિગમથી ઉતરવા માંગે છે.
આર્ચર-વૂડ સામે ભારતનો અનોખો વ્યૂહ
ભારતીય ક્રિકેટ ટીમે તે સ્વીકારી લીધું છે કે તે આર્ચર અને વૂડની બોલિંગનો અસરકારક રીતે સામનો કરી શકતી નથી. ચોથી ટી૨૦માં પણ બંનેની કુલ આઠ ઓવરમાં ભારત ૫૮ જ રન કરી શક્યુ હતુ અને બંનેએ ભારતની આઠમાંથી પાંચ વિકેટ ઝડપી હતી. પણ તેની સામે ભારતે ઇંગ્લેન્ડના બાકીના બોલરોને બરોબર ફટકારવાનું વલણ અપનાવ્યું છે. બાકીના બોલરોએ નાખેલી બાર ઓવરમાં ભારતે કુલ ૧૨૮ રન લીધા હતા. ભારત અંતિમ મેચમાં પણ આ જ વ્યૂહ અપનાવી શકે છે.
સૂર્યકુમારની ઇનિંગ્સે કોહલીને પણ સ્તબ્ધ કરી દીધો
સૂર્યકુમાર યાદવે રમેલી ઇનિંગ્સે કેપ્ટન કોહલીને પણ સ્તબ્ધ કરી દીધો હતો. તેણે સ્વીકાર્યું હતું કે સૂર્યકુમારે અપેક્ષા કરતાં પણ વધારે સારી રમત દાખવી. આઇપીએલે તેની રમતને નિખાર આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે, પરંતુ આ સ્તરે તેની મહેનતને પણ અવગણી શકાય નહીં. સૂર્યકુમારે તેની પહેલી જ મેચમાં સંપૂર્ણ પ્રભુત્વ સાથે બેટિંગ કરી. હું આ યુવા ખેલાડીઓનો પ્રશંસક બની ગયો છું. આ સિરીઝમાં ઇશાન કિશન અને સૂર્યકુમારે જબરજસ્ત અસર પાડી છે. હરિયાણાના ઓલરાઉન્ડર રાહુલ તેવટિયાને જ હજી સુધી તક મળી નથી જે કદાચ શનિવારની મેચમાં મળી શકે છે.
મારી નિષ્ફળતા છતાં ટીમ મોટો સ્કોર કરી શકી તેની મને ખુશી
કોહલીએ કહ્યું હતું કે હું પોતે નિષ્ફળ ગયો હોવા છતાં ભારતની ટીમ મોટો સ્કોર કરી શકી તેનો મને આનંદ છે. આ દર્શાવે છે કે ટીમ મારા પર આધારિત નથી. ચહલના સ્થાને આવેલા રાહુલ ચહરે સારી બોલિંગ કરી હતી તો સુંદર માટે આજનો દિવસ ખરાબ હતો.
હાર્દિક પંડયાના દેખાવથી આનંદ
હાર્દિક પંડયા ફરીથી બોલિંગ કરતો થયો અને તેણે એકદમ કુનેહપૂર્વક બોલિંગ કરી તે બાબત ટીમ માટે મહત્ત્વની રહી છે. આમ પંડયા હવે બેટિંગની સાથે બોલિંગ વડે પણ ટીમમાં પ્રદાન આપશે તે આ શ્રેણીનું સૌથી મોટું જમા પાસું છે. તે અંતિમ મેચમાં પણ આવો જ દેખાવ કરે તેવી આશા છે.
ઓપનરો અંતિમ મેચમાં ઝળકે તેવી આશા
આ સિવાય સમગ્ર સિરીઝમાં નિષ્ફળ ગયેલા ભારતીય ઓપનરો અંતિમ મેચમાં શાનદાર પર્ફોર્મન્સ સાથે સિરીઝ પૂરી કરે તેવી આશા રાખવામાં આવી રહી છે.
ઇંગ્લેન્ડને બટલર-મલાન પાસેથી સાતત્યસભર દેખાવની આશા
ઇંગ્લેન્ડ આશા રાખી રહ્યું છે કે તેના ટોપ ઓર્ડરના બેટ્સમેન બટલર અને મલાન વધારે સાતત્યસભર દેખાવ કરે. બટલર સિરીઝની ચારમાંથી એક જ મેચમાં સફળ થયો છે તા વર્લ્ડ નંબર વન-ટી૨૦ બેટ્સમેન મલાનને ભારત સામે સફળતા જ મળી નથી. જ્યારે બોલિંગમાં આર્ચર અને વૂડ પ્રભાવશાળી રહ્યા છે, પરંતુ તેમને જોર્ડન પાસેથી જોઈએ તેવો ટેકો મળી રહ્યો નથી. અમે આ સિરીઝમાંથી બંને તેટલું શીખવા પ્રયત્ન કરી રહ્યા છીએ, કારણ કે વર્લ્ડ કપ હવે આઠ મહિના જ દૂર છે, એમ મોર્ગને જણાવ્યું હતું.
ભારતીય ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડયા, યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દૂલ ઠાકુર, નવદીપ સૈની, દીપક ચહર, રાહુલ તેવટિયા, ઇશાન કિશન
ઇંગ્લેન્ડઃ મોર્ગન (કેપ્ટન), જોસ બટલર, જેસન રોય, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, બેન સ્ટોક્સ, મોઇન અલી, આદીલ રશીદ, રીસ ટોપલી, ક્રિસ જોર્ડન, માર્ક વૂડ, સામ કરન, ટોમ કરન, સામ બિલિંગ, જોની બેરસ્ટો, જોફ્રા આર્ચર.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31