Last Updated on March 20, 2021 by
તારક મેહતાકા ઉલ્ટા ચશ્માના મિસ્ટર ભિડે એટલે કે યાની મંદાર ચાંદવાદકર કોરોના પોઝિટીવ આવ્યો છે. આ સમયે મંદાર અને તેની ફેમિલી હોમ કવોંરટાઈન છે અને તેની સારવાર ચાલી રહી છે. પોતાની તબિયતને લઈને મંદારે વિસ્તારથી વાત કરી હતી. તેણે કહ્યુ કે, તે Asymptomatic છે. અને જલ્દી સ્વસ્થ થવાની કોશિશ કરી રહ્યા છીએ.
તારક મેહતાના ભિડેને કોરોના
શૉના નિર્માતા આશિત મોદી તેને લઈને ઘણા ચિંતિત છે. કારણ કે, શૉની હાલની કહાનીમાં ભિડે એટલે કે મંદાર કેન્દ્રમાં છે. મંદારની ઓન સ્ક્રીન પત્ની સોનાલિકા જોશી (માધવી)અને પુત્રી પલક સિંધવાની (સોનુ) પણ તેની સાથે શૂટિંગ કરી રહ્યા હતા. એવામાં તેને લઈને સંક્રમણનો ખતરો વધી ગયો છે. મેકર્સ આ સ્થ્તિને ધ્યાનમાં લઈને આ શૉનનું શૂટિંગ પણ બંધ કરી શકે છે.
એક સપ્તાહ પહેલા શરદી-ઉધરસના લક્ષણો
મંદારે કહ્યુ કે, એક સપ્તાહ પહેલા તેને શરદી-ઉધરસના લક્ષણો જોવા મળ્યા હતા. તેની સમસ્યા વધતી જતી હતી જે બાદ ડૉકટરે તેને કોરોના સંક્રમણની તપાસ કરાવવાની સલાહ આપી હતી. ત્યારબાદ રિપોર્ટ પોઝિટિવ આવતા મંદારે તેને પોતાના ઘરમાં ક્વોરંટાઈન થયો છે. તો બીજી તરફ સેટ પર માહોલ પણ બદલાઈ ગયો છે.
સોનાલિકા અને પલકને આપી કોરોના ટેસ્ટ કરવવાની સલાહ
મંદારે માધવી અને સોનુને કોરોના રિપોર્ટ કરાવવાની સલાહ આપી છે. શૉમાં ડાયરેકટર ઋષિને થોડી ઠંડી લાગી રહી હતી. પરંતુ તેનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો છે.
સોનાલિકા અને પલકે કરાવ્યા ટેસ્ટ
બીજી તરફ સોનાલિકાએ કહ્યુ કે, તે હાલ સ્વસ્થ અનુભવી રહી છે. તેણે પણ કોરોના ટેસ્ટ કરાવ્યો છે. રિપોર્ટ આવવાનો હજુ બાકી છે. પલક સિંધવાનીએ પણ કોરોના ટેસ્ટ કરાવ્યો છે. તે પણ રિપોર્ટની રાહ જોઈ રહી છે. આ પહેલા સુંદર એટલે કે મયૂર વાકાણી પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. અને હાલ તે અમદાવાદની હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31