Last Updated on March 20, 2021 by
અમેરિકાએ ચીનને સ્પષ્ટ કદી દીધું છે કે બૈજિંગ દ્વારા લેવામાં આવી રહેલા વૈશ્વિક સ્થિરતા માટે જોખમી છે. અમેરિકાના પ્રતિનિિધમંડળે જણાવ્યું હતું કે તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દા ફક્ત બંને દેશો માટે જ નહીં, પરંતુ સમગ્ર વિસ્તાર અને વિશ્વ માટે અત્યંત મહત્ત્વના છે. અમેરિકાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે અમેરિકા રાજકીય કુનેહ દ્વારા અમેરિકાના હિતોનું રક્ષણ આગળ વધારવા અને નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છે.
બાઈડેનના પ્રમુખ બન્યા પછી યુએસ-ચીનની અલાસ્કામાં પ્રથમ બેઠક
અમેરિકાના વિદેશ સચિવ ટોની બ્લિન્કેને ચબ્ના ટોચના રાજદૂતોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે બૈજિંગના પગલાએ નિયમ આધારિત વૈશ્વિક સ્થિરતા માટે ભયજનક છે. નવા રાષ્ટ્રપતિ જો બિડેને કાર્યભાર સંભાળ્યા પછી અમેરિકા અને ચીન વચ્ચે યોજાયેલી પ્રથમ બેઠકમાં બંને દેશ વચ્ચે આકરી ચકમક ઝરી હતી.
આ વાતચીતમાં અમેરિકા વતી વિદેશ સચિવ એન્ટોની બ્લિન્કેન અને નેશનલ સિક્યોરિટી એડવાઇઝર જેક સુલિવાને ભાગ લીધો હતો. તેઓએ ચીનના વિદેશ નીતિ અંગેના ટોચના સચિવ યાંગ જિચી સાથે અને વિદેશપ્ધાન વાંગ યી સાથે મંત્રણા કરી હતી.
યુએસે હોંગકોંગ, તાઈવાનમાં માનવાધિકારના મુદ્દા ઉછાળ્યા, બેઈજિંગના પગલાંને વૈશ્વિક સ્થિરતા માટે જોખમી ગણાવ્યા
અલાસ્કામાં થયેલી અમેરિકા-ચીન મંત્રણામાં આ પ્રકારની ટિપ્પણી અપેક્ષિત હતી. બ્લિન્કેને જણાવ્યું હતું કે તેમના પ્રતિનિધિમંડળ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દા ફક્ત બે જ દેશો માટે નહીં પરંતુ સમગ્ર વિસ્તાર અને વિશ્વ માટે પ્રસ્તુત છે.
બ્લિન્કેને ભારપૂર્વક જણાવ્યું હતું કે બિડેન વહીવટીતંત્ર રાજદ્વારી કુનેહ દ્વારા અમેરિકાના હિતોની આગેવાની કરવા અને નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છે. આ પ્રકારની કાર્યપ્રણાલિ કંઈ અપવાદ નથી. તેના દ્વાાર દેશોને મતભેદો શાંતિપૂર્વક, સંકલિત બહુવિધ પ્રયત્નોથી અસરકારક રીતે દૂર કરવામાં મદદ કરી શકે અને તે વૈશ્વિક વ્યાપારમાં તે ખાતરી સાથે ભાગ લઈ શકે છે જ્યાં બધા માટે સમાન નિયમ છે.
ગયા સપ્તાહે ક્વોડની મળેલી બેઠકમાં અમેરિકાના પ્રમુખ જો બિડેન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન અને જાપાનીઝ વડાપ્રધાન યોશિહિદ સુગાએ જણાવ્યું હતું કે તેઓ મુક્ત, ખુલ્લી, નિયમ આધારિત વ્યવસ્થાને પ્રમોટ કરવા માટે પ્રતિબદ્ધ છે, આના પગલે તે ઇન્ડોપેસિફિક વિસ્તાર અને તેનાથી આગળના ડરનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય કાયદો લાવવાની છે જેથી સલામતીની સાથે સમૃદ્ધિને વેગ આપી શકાય.
અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાનના ટોચના નેતાઓએ જણાવ્યું હતું કે અમે કાયદાના શાસન, સ્વતંત્રતા અને સમૃદ્ધિ, વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલ, લોકશાહી મૂલ્યો અને પ્રાદેશિક અખંડિતતાને સમર્થન આપીએ છીએ. ચીન દ્વારા વ્યૂહાત્મક ઇન્ડોપેસિફિકમાં અપનાવવામાં આવી રહેલા આક્રમક વલણની સામે આમ કહેવાયું હતું.
યુએનને માનીએ છીએ, અમેરિકા પ્રેરિત વ્યવસ્થાને જરા પણ અનુસરતા નથી : ચીનનો સણસણતો જવાબ
બ્લિન્કેને જણાવ્યું હતું કે આ બેઠકમાં સ્થાનિક અને વૈશ્વિક એમ બંને પ્રકારની ચાવીરૂપ અગ્રતાઓ અંગે ચર્ચા કરવાની તક મળી હતી, જેના પરથી ચીન બિડેન વહીવટીતંત્રના ઇરાદાઓ અને અભિગમને સમજી શકે. અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો તળિયે પહોંચી ગયા છે.
વિવિધ મુદ્દાઓને લઈને બંને દેશો વચ્ચે કડવાશભર્યા સંબંધો છે, તેમા વેપારનો સમાવેશ થાય છે. વિવાદાસ્પદ સાઉથ ચાઇના સીનમાં બૈજિંગના ાક્રમક પગલા અને હોંગકોંગ અને ઝિનઝિયાંગ પ્રાંતમાં તણે કરેલા માનવ અધિકાર ભંગ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
આના વળતા જવાબમાં ચીને કહ્યું હતું કે તેઓ કેટલાક ગણ્યા ગાંઠયા દેશો દ્વારા પ્રસ્તુત કથિત નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાનું અનુસરણ કરવામાં માનતું નથી. આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય કાયદા દ્વારા ચાલવી જોઈએ, નહીં કે ગણ્યાગાંઠયા દેશોના સમર્થનથી ચાલવી જોઈએ. અમેરિકાની પોતાની લોકશાહી અને તંત્ર છે તો ચીનનું પણ પોતાનું તંત્ર છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31