Last Updated on March 20, 2021 by
ચાલુ નાણાકીય વર્ષમાં નાણાકીય ખાધમાં ૯.૫ ટકા વધારો થવાનો અંદાજ છે તેમ કન્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ(સીજેએ) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. ચાલુ નાણાકીય વર્ષ માટે જાન્યુઆરી, ૨૦૨૧ના અંત સુધીમાં ભારતની નાણાકીય ખાધ રિવાઇઝ્ડ બજેટ એસ્ટિમેટના ૬૬.૮ ટકા થઇ ગઇ છે.
બીજા શબ્દોમાં કહીએ તો સરકારની આવક અને સરકારના ખર્ચ વચ્ચેનો તફાવત ૧૨.૩૪ લાખ કરોડ રૃપિયા છે. એટલે કે સરકારની આવક કરતા ખર્ચ વધારે થયો છે.
ઉલ્લેખનીય છે કે સરકારે ચાલુ વર્ષ માટે નાણાકીય ખાધનો લક્ષ્યાંક ૧૮.૪૮ લાખ કરોડ રૃપિયા રાખ્યો છે જે જીડીપીના ૯.૫ ટકા થાય છે. આ અગાઉ નાણાકીય ખાધનો લક્ષ્યાંક ૭.૯૬ લાખ કરોડ રૃપિયા રાખવામાં આવ્યો હતો. એટલે કે રિવાઇઝ લક્ષ્યાંક અગાઉ કરતા બમણો કરી દેવામાં આવ્યો છે.
સરકારની આવક કરતા ખર્ચ વધ્યો
ઉલ્લેખનીય છે કે ગત નાણાકીય વર્ષમાં નાણાકીય ખાધ બજેટમાં નક્કી કરાયેલા લક્ષ્યાંકના ૧૨૮.૫ ટકા રહી હતી. સીજીએના ડેટા અનુસાર ભારતની નાણાકીય ખાધ એપ્રિલ, ૨૦૨૦થી જાન્યુઆરી, ૨૦૨૧ સુધીમાં ભારતની નાણાકીય ખાધ નવા લક્ષ્યાંકના ૬૬.૮ ટકા થઇ છે. આ સમયગાળામાં દરમિયાન સરકારની કુલ આવક ૧૨.૮૩ લાખ કરોડ રૃપિયા રહી છે. જે રિવાઇઝ લક્ષ્યાંકના ૮૦.૧ ટકા છે. રિવાઇઝ લક્ષ્યાંકમાં સરકારની આવકનો લક્ષ્યાંક ૧૬.૦૧ લાખ કરોડ રૃપિયા રાખવામાં આવ્યો છે.
આ સમયગાળા દરમિયાન સરકારનો કુલ ખર્ચ ૨૫.૧૭ લાખ કરોડ રૃપિયા રહ્યો છે. જે રિવાઇઝ્ડ લક્ષ્યાંકના ૭૩ ટકા થયા છે. રિવાઇઝ્ડ લક્ષ્યાંકમાં સરકારનો સમગ્ર વર્ષનો કુલ ખર્ચ ૩૦.૧૨ લાખ કરોડ રૃપિયા થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.
આમ એપ્રિલ, ૨૦૨૦થી જાન્યુઆરી, ૨૦૨૧ સુધીમાં સરકારનો કુલ ખર્ચ અને સરકારની કુલ આવક વચ્ચેનો તફાવત ૧૨.૩૪ લાખ કરોડ રૃપિયા રહ્યો છે. જે નાણાકીય ખાધ તરીકે ઓળખાય છે.
read also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31