Last Updated on March 19, 2021 by
હોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી એન્જેલિના જોલીએ તેમના નવા દાવાથી હડકંપ મચી ગયો છે. તેણે પૂર્વ પતિ બ્રાડ પિટ પર ઘરેલું હિંસાના આરોપો લગાવ્યો છે. ઇન્ટરનેશનલ મીડિયા રિપોર્ટ્સ, મુજબ 45 વર્ષની જોલીએ કોર્ટમાં તેમના દાવાને સાચા સાબિત કરવા માટે જરૂરી સર્ટિફિકેટ અને ડોક્યુમેન્ટ્સ પણ રજુ કર્યા છે. એન્જેલિના જોલી એ 12 માર્ચએ કોર્ટમાં ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા. આ ડોક્યુમેન્ટ્સમાં એન્જેલિના જોલીએ તે દાવો કર્યો છે જરૂરીયાત પડશે તો તેમના બાળકોને પણ આ બાબતનાં પુરાવા આપવા માટે તૈયાર છે કે બ્રાડ પિટ તેમની સાથે મારપીટ કરતો હતો. આના સિવાય પણ તેમની પાસે સબુત છે જે જરૂરિયાત પર આપી શકે છે.
તેમણે ઘણા વર્ષો સુધી ડેટિંગ કર્યા પછી તેમણે 2014માં લગ્ન કર્યાં હતા. તેના બે વર્ષ પછી તે જુદાં થઈ ગયા હતાં અને એક- બીજા પર આરોપ લગાવ્યા પછી કાનૂની લડાઈમાં કુદી પડ્યા હતા. બંનેએ અત્યાર સુધી છુટાછેડા લીધા નથી. પરંતુ એપ્રિલ, 2019 માં કોર્ટે તેમને કાયદેસર રીતે ‘સિંગલ’ જાહેર કર્યા હતા.
રિપોર્ટ્સ મુજબ, કપલ તેમના બાળકોની જોઇન્ટ કસ્ટડી માંગી રહ્યા છે. તેમને છ બાળકો છે, જેમાંથી ત્રણ તેમના બાયોલોજીકલ બાળકો છે, જ્યારે ત્રણ દત્તક લીધેલા બાળકો છે. એન્જેલિના જોલીં આ બાળકોની જુબાની પર બ્રાડ પર લગાવેલા આરોપો સાચા સાબિત કરવા માટે પ્રયાસ કરી રહી છે. જેના લીધે તેની ટીકા પણ થઈ રહી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે એન્જેલીના જોલીએ ત્રણ લગ્ન કર્યા છે. બ્રાડ પિટ સાથે 2014 માં લગ્ન કરતા પહેલા તેમણે વર્ષ 1996 માં જોની લી મિલર સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ બિલી બોર્બ થોર્નટન સાથે વર્ષ 2000 માં લગ્ન કર્યા હતા. જો કે, તે હવે એકલી છે અને બાળકોની કસ્ટડી માટે બ્રાડ પિટ સાથે કાનૂની લડત લડી રહી છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31