GSTV
Gujarat Government Advertisement

શાકભાજીના ભાવ વધ્યા: 100 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે લિંબૂ અને લસણ, હજૂ પણ વધશે આ શાકભાજીના ભાવો

Last Updated on March 19, 2021 by

હજૂ ગરમી બરાબર શરૂ પણ નથી થઈ, હોળીનો તહેવાર પણ પત્યો નથી, ત્યાં શાકભાજીની ભાવો આસમાને પહોંચી રહ્યા છે. ગરમીની શાકાભાજી, ભીંડા, તિરુયા, લિંબૂના ભાવ આસમાને પહોંચવા આવ્યા છે. જેના કારણે સામાન્ય લોકોનું બજેટ બગડી ગયુ છે. લિંબૂ અને લસણના ભાવ તો 100 રૂપિયા પ્રતિ કિલોને પાર થઈ ગયા છે. જાણકારોનું કહેવુ છે કે, ગરમીની સિઝનમાં ઝડપી આવી જતાં શાકભાજીના કિંમતોમાં વધારો થઈ રહ્યો છે.

100 રૂપિયાની પાર પહોંચ્યા લિંબૂ અને લસણ

લિંબૂની ડિમાન્ડ ગરમીની સિઝનમાં ખૂબ વધી જાય છે. હાલના સમયમાં તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે લિંબૂની કિંમતમાં મોટો વધારો થયો છે. દિલ્હીના માર્કેટયાર્ડની વાત કરીએ તો, અહીં લસણ અને લિંબૂના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. આ ઉપરાંત શાકભાજીના ભાવોમાં પણ વધારો જોવા મળ્યો છે. ભિંડા, તુરીયાના ભાવ 90 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. તો વળી બીજી બાજૂ પરવળ અને કારેલાની કિંમત 70 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે.

શું કહે છે વેપારીઓ

દિલ્હીની માર્કેટયાર્ડના વેપારીઓનું કહેવુ છે કે, શાકભાજીની સપ્લાઈમાં કોઈ સમસ્યા નથી, આવક એકદમ બરોબર થઈ રહી છે. તો વળી બીજી બાજૂ ગરમી પણ ફૂલ વધી રહી છે. જેના કારણે બટેટા, કોબિજ સહિત સિઝનની અન્ય શાકભાજીની કિમતમાં વધારો થવાનો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર જેમ જેમ ગરમી વધતી જશે, તેમ તેમ શાકભાજી ઝડપી ખરાબ થતી જાય છે, તેથી તેને સ્ટોરમાં રાખવી પડે છે. કેટલાય એવા ખેડૂતો છે, જે ખેતરમાંથી શાકભાજી લાવીને સીધી માર્કેટમાં પહોંચાડે છે.

અમુક શાકભાજીની કિંમતમાં આવી છે મંદી

જાણકારોનું માનીએ તો, તાજી શાકભાજી માર્કેટમાં નિર્ધારિત કિંમત પાર કરીને વેચાઈ રહી છે. પણ તે સુકાઈ જતાં તેના ભાવ નીચે જતાં રહે છે. જેના કારણે શાકભાજીના ભાવોમાં અસર વર્તાઈ રહે છે. જો કે, અમુક શાકભાજીના ભાવોમાં મંદી જોવા મળે છે. કેટલાય ભાજી એવા છે, જેની સિઝન જતી રહેતા તેના ભાવો આસમાને પહોંચતા હોય છે. સિઝન વગર શાકભાજી ઉગાડવામાં ખાસ્સી મહેનત થાય છે. તેથી તેના ભાવ પણ વધારે લેવાતા હોય છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો