Last Updated on March 19, 2021 by
આ વર્ષે હોળી ઉપર 499 વર્ષ બાદ આ દુર્લભ યોગ બનવા જઈ રહ્યો છે. 29 માર્ચના રોજ હોળીના દિવસે કન્યા રાશીમાં ચંદ્ર બિરાજમાન રહેશે. ગુરૂ, શનિ બંને પોતાની ગ્રહરાશીઓમાં રહેશે. રંગોનો તહેવાર હોળી ઉપર આ વર્ષે સર્વાર્થસિદ્ધ યોગમાં માનવામાં આવશે. આ દરમયાન અમૃતસિદ્ધિ યોગ પર રહેશે.
જ્યોતિષવિદના જણાવ્યા પ્રમાણે આ વર્ષે હોળી ઉપર ધ્રુવ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જ્યોતિષ અનુસાર આ પ્રકારના ગ્રહોનો યોગ 499 વર્ષ પહેલા 3 માર્ચ, 1521ના રોજ બન્યો હતો. હોળી આ વખતે સર્વાર્થસિદ્ધિ યોગમાં ઉજવવામાં આવશે. હોળી ઉપર અમૃતસિદ્ધિ યોગ પણ રહેશે.
હોળાષ્ટકમાં પૂજા-પાઠનું વિશેષ મહત્વ
હોળાષ્ટક દરમયાન ગ્રહોની નકારાત્મકતા વધવાથી આઠ દિવસ સુધી વાતાવણમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ રહેશે. ગ્રહ-નક્ષત્ર નબળા થવાના કારણે આ દરમયાન જાતકોની નિર્ણય ક્ષમતા ઓછી થઈ જાય છે. હોળાષ્ટક દરમયાન પૂજા પાઠનું વિશેષ મહત્વ હોય છે. હોળાષ્ટકના સમયમાં હવામાનમાં ફેરફાર થાય છે. તે માટે દિનચર્યાને અનુશાસિત રાખો. પંચાગ અનુસાર હોળાષ્ટકનો આરંભ 22 માર્ચથી થઈ રહ્યો છે. આ દિવસે ફાગણ માસની શુક્લપક્ષની અષ્ટમી તિથિ રહેશે. જ્યોતિષ પ્રમાણે ચંદ્રમા મિથુન રાશિમાં બિરાજમાન રહેશે અને આ દિવસે આદ્રા નક્ષત્ર પણ રહેશે. જ્યોતિષ પ્રમાણે હોળાષ્ટકનું સમાપન હોલિકા દહનના દિવસે થાય છે.
હોળાષ્ટકમાં ભૂલથી પણ કરો નહીં આ કામ
હોળાષ્ટક દરમયાન વિવાહનું મુહૂર્ત નથી હોતુ એ માટે આ દિવસોમાં વિવાહ જેવા માંગલિક કાર્ય સંપન્ન નથી કરી શકતા. નવા ઘરમાં પ્રવેશ પણ આ દિવસોમાં કરવો જોઈએ નહીં. ભૂમિપૂજન પણ આ દિવસોમાં કરવામાં આવે નહીં તો સારૂ છે. નવવિવાહીતોએ આ દિવસોમાં મોસાળમાં રહેવાની સલાહ આપવામાં આવે છે. હિન્દુધર્મમાં 16 પ્રકારના સંસ્કાર જણાવાયા છે તેમાં કોઈ પણ સંસ્કાર સંપન્ન કરવા જોઈએ નહીં.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31