GSTV
Gujarat Government Advertisement

શરીરે કમળ ચિતરાવો, કોરોનાપ્રૂફ થઈ જાઓ, શેઠની શિખામણ ઝાંપા સુધીની કહેવત જેવી છે મોદીની શિખામણ

Last Updated on March 19, 2021 by

નરેન્દ્ર મોદીએ બુધવારે મુખ્યમંત્રીઓની બેઠકમાં લોકોને કોરોનાની બીજી લહેર ના આવે એ માટે સાવચેત રહેવા અપીલ કરી. લોકોને માસ્ક પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સિગંનું પાલન કરવા શિખામણ આપી તેના બીજા જ દિવસે બંગાળના પુરુલિયામાં સભાને સંબોધી. આ સભામાં હાજર મોટા ભાગનાં લોકો માસ્ક પહેર્યા વિના જ આવ્યા હતા ને સોશિયલ ડિસ્ટન્સિંગને તો સાવ કોરાણે મૂકી દેવાયું હતું. સ્ટેજની નજીક સૌથી આગળના ભાગમાં એકદમ પાસપાસે ગોઠવાયેલી ખુરશીઓમાં લોકો એકબીજાને સ્પર્શે એ રીતે બેઠાં હતાં.

સોશિયલ મીડિયા પર આ તસવીરો વાયરલ થઈ રહી છે ને સવાલ પૂછાઈ રહ્યા છે કે, આ લોકો કોરોનાપ્રૂફ છે કે શું ? મોદી સાહેબ આખા દેશને સલામતી રાખવાની ને માસ્ક પહેરવાની સલાહો આપે છે તો આ લોકોને કેમ કશું કહેતા નથી ?

ભાજપના કાર્યકરો કપડાં કાઢીને શરીર પર કમળ ચિતરાવતા હતા, એવી તસવીરો વાયરલ કરીને લોકો કટાક્ષ પણ કરતા હતા કે, ભાજપનું પ્રતિક ચિતરાવી દીધું એટલે હવે કોરોના પણ તેમનું કશું નહીં બગાડી શકે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો