Last Updated on March 19, 2021 by
ગૂગલ (Google) અને એપ્પલ (Apple) જેવી દિગ્ગજ કંપનીઓને ટક્કર આપવા માટે ભારત સરકારે પગલા લીધા છે. મોદી સરકારે એપ ડાઉનલોડ કરવા માટે Google Play Store અને Apple Store સામે પોતાનું દેશી એપ સ્ટોર લૉન્ચ કર્યુ છે.
ભારતે લૉન્ચ કર્યુ Mobile Seva App Store
એક અહેવાલ અનુસાર ભારત સરકારે દેશી એપ સ્ટોર (Indian App Store) લૉન્ચ કર્યુ છે. Mobile Seva App Storeને હવે યુઝ કરી શકાય છે.
Google Play Store અને Apple Storeનો વિકલ્પ છે મોબાઇલ સેવા એપસ્ટોર
કેન્દ્રીય આઇટી મંત્રી રવિશંકર પ્રસાદે તાજેતરમાં જ રાજ્ય સભાને આપેલા જવાબમાં જણાવ્યું હતું કે Google Play Store અને Apple Storeના વિકલ્પ તરીકે જ નવુ Mobile Seva App Store લૉન્ચ કરવામાં આવ્યું છે.
ખુદ ભારત સરકાર ચલાવે છે આ App Store
દેશમાં રહેલા ડેવલપર્સને કહેવામાં આવ્યું છે કે દેશી Mobile Seva App Store માટે પણ એપ તૈયાર કરી શકે છે. આ એપ સ્ટોરને ખુદ સરકાર જ ચલાવી રહી છે.
તમામ સરકારી વિભાગોની એપ અહીં મળી જશે
જણાવી દઇએ કે તમે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા અનેક વિભાગોની એપ્સ Mobile Seva App Store પરથી ડાઉનલોડ કરી શકો છો.
Mobile Seva App Storeના ફીચર્સ
ઑફિશિયલ વબસાઇટ અનુસાર Mobile Seva App Storeમાં રાજ્યો અને કેટેગરી પ્રમાણે એપ્સ ઉપલબ્ધ છે. અહીં તમામ એપ્સ ફ્રી છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31