GSTV
Gujarat Government Advertisement

મધ્યપ્રદેશના ખેડૂતે કર્યું એવું કામ કે છાતી ગજગજ ફૂલે, આંદોલન પણ ન છોડ્યું અને કરાવ્યા દીકરા દીકરીના લગ્ન

Last Updated on March 19, 2021 by

છેલ્લા ચાર મહિના જેટલા સમયથી દેશના વિવિધ રાજ્યોમાં ખેડૂતો કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. વિવિધ શહેરોમાં ખેડૂતોએ પ્રદર્શન સ્થળ બનાવ્યા છે, જ્યાં તેઓ વિરોધ કરી રહ્યા છે. મધ્ય પ્રદેશમાં આવા જ એક ધરણા સ્થળ પર એક ખેડૂતે પોતાના દિકરાના લગ્ન કરાવ્યા છે. ખાસ વાત તો એ છે કે આ લગ્નમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો જ મહેમાન હતા, જેમણે નવદંપતિને આશિર્વાદ આપ્યા છે.

ખેડૂત

આ અનોખા લગ્ન રીવા કૃષિ ઉપજ માર્કેટમાં થયા છે. આ જગ્યા પર ખેડૂતો છેલ્લા 75 દિવસોથા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અહીં રામજીત સિંહ અને વિષ્ણુકાંત નામના ખેડૂત પણ અન્ય પ્રદર્શન કરી રહ્યા હતા. રામજીત સિંહના દીકરા સચિન અને વિષ્ણુકાંતની દીકરી આસમાના લગ્ન નક્કી થઇ ગયા હતા. બંનેના પિતા છેલ્લા ત્રણ મહિનાથી પ્રદર્શન સ્થળ પર હતા.

જેથી તેમણે નક્કી કર્યુ કે લગ્ન કોઇ હોટેલ કે મેરેજ હોલની જગ્યાએ પ્રદર્શન સ્તળ પર જ કરવામાં આવે. ત્યારબાદ ગુરુવારે દુલ્હન જાન લઇને ધરણા સ્થળ પર પહોંચી અને બંધારણના સોગંધ લઇને તેઓ લગ્નના બંધનમાં બંધાયા છે. રામજીત અને વિષ્ણુકાંતે જણાવ્યું કે આ લગ્નમાં વર-વધુને જે ઉપહાર આપવામાં આવ્યા છે તેનો ઉપયોગ ખેડૂત આંદોલનામાં જ કરાવામાં આવશે.

આવા લગ્નથી ખેડૂઓ એક સંદેશ આપવા માંગતા હાતા કે ખેડૂતો પાછળ હટવાવાળા નથી, માટે આ રીતે લગ્ન કર્યા છે. બીજો સંદેશ તેમણે એવો આપ્યો કે છોકરીઓ કોઇ વાતે પણ છોકરાઓથી પાછળ નથી. જેથી છોકારાની જગ્યાએ છોકરી જાન લઇને આવી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો