GSTV
Gujarat Government Advertisement

ટિપ્સ: પેટ પર જામેલી વધારાની ચરબીના કારણે આપ પણ લાગો છો બેડોળ, આ રીતે ઉતારી શકાશે પેટ પર જામેલા થર

Last Updated on March 19, 2021 by

પેટ પર જામેલી ચરબીને બેલી ફૈટ કહેવાય છે. બેલી ફૈટ ફક્ત આપના ફિગરને જ નહીં, પણ આપની તબિયતને પણ કેટલીય રીતે નુકસાન પહોંચાડે છે. પેટ પર જામેલી આ બિનજરૂરી ચરબી ટાઈપ-2 ડાયાબિટીશનું રિસ્ક વધારે છે. આ ઉપરાંત તમામ શોધમાં એ વાત પણ સામે આવી ચુકી છે કે, પેટ પર જામેલી વધારાની ફૈટ હાઈ પિબી અને હ્રદયની બિમારીનું જોખમ વધારે છે.

તેનાથી હોર્મોનલ સમસ્યા પણ વધે છે. એટલા માટે જો આપ આની ગંભીરતા નથી લેતા તો હવે લેવાનું શરૂ કરી દો. જેથી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની પરેશાનીનો સામનો ન કરવો પડે. તથા મોટી સમસ્યાથી બચી શકશો. તેના ઓછુ કરવા માટે ખાસ કઈ મહેનત કરવાની જરૂર નથી, બસ આપના જીવનમાં થોડી આદતોમાં ફેરફાર કરો અને પેટની ચરબી ઘટાડી શકશો.

આટલી બાબતોનું આજથી ધ્યાન રાખવાનું શરૂ કરો, ફાયદો મળશે

  • જો આપને સોડા પીવાનું પસંદ હોય તો, તેને ગુડબાય કરી દો. સોડામાં આર્ટિફિશિયલ સ્વીટનર મિક્સ હોય છે. જે ફૈટ વધારવાની સાથે સાથે કેટલાય પ્રકારની સમસ્યા પૈદા કરે છે. આ ઉપરાંત પૈક્ડ જૂસ, કોલ્ડડ્રિંક વગેરેથી દૂર રહેવું.
  • સવારની શરૂઆત એક કપ ગ્રીન ટીથી કરો જે મેટાબોલિઝ્મ રેટ વધારે છે અને પેટની ચરબી ઓછી કરવાનું કામ કરશે.
  • ડાયેટમાં ફાઈબરયુક્ત વસ્તુઓ જેવી કે, ઓટ્સ, અનાજ, રેશાદાર ફળને શામેલ કરો. જે આપના પાચનતંત્રને સારૂ રાખશે. સાતે જ આપને હાઈ કેલોરી મળશે અને આપને જલ્દી ભૂખ નહીં લાગે.
  • અખરોટમાં અનસૈચુરેટેડ ફૈટ હોય છે. મુઠ્ઠીભર અખરોટ ખાવાથી આપના શરીરમાં જામેલું ફૈટ ઓછુ થઈ જાય છે. સાથે જ શરીર સ્વસ્થ બનાવે છે.
  • આલ્કોહોલિક ડ્રિંક્સમાં ખૂબ વધારે કેલૌરી હોય છે. તેને લેવાથી મોટાપો વધી શકે છે. જો આપ પણ રોજ આલ્કોહોલ લેતા હોવ તો આપના શરીરને ખૂબ નુકસાન કરી શકે છે. એટલા માટે આપ આલ્કોહોલિક ડ્રિંક્સથી બચો.
  • તંદુરસ્તીના હિસાબે કોકોનટ ઓયર અન્ય કુકીંગ ઓયલ કરતા સારુ માનવામાં આવે છે. જે આપના શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને વધારતા રોકે છે. સાથે જ ફૈટને પણ ઓછુ કરે છે. એટલા માટે આજે જ આપના કુકીંગ ઓયલમાં ફેરફાર કરી કોકોનટ ઓયલનો પ્રયોગ શરૂ કરો.
  • તમામ સંશોધન જણાવે છે કે, જે લોકોની ઉંઘ બરાબર રીતે પુરી થતી નથી, તેમને મોટાપો વધી જાય છે, એટલા માટે દરરોજ 7-8 કલાકની ઉંઘ લેવાનું રાખો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો