GSTV
Gujarat Government Advertisement

મહત્ત્વનું/જો ટ્રેનમાં મુસાફરી દરમિયાન સામાન ભૂલી ગયા તો ચિંતા ના કરો, આ રીતે પરત મેળવી શકો છો તમારો સામાન

Last Updated on March 19, 2021 by

ઘણીવાર તમે ટ્રેન દ્વારા મુસાફરી કરો છો અને રેલવે પણ તમારી સરળ મુસાફરી માટે ઘણા પ્રયત્નો કરે છે. પરંતુ, ઘણી વખત ઉતાવળમાં એવું બની જાય કે ભૂલથી તમે તમારો સામાન ટ્રેનમાં ભૂલી ગયા અને ટ્રેનમાંથઈ ઉતરી જાઓ છો. આવા સમયે લગભગ જોવા મળે છે કે સામાન માટે મુસાફર કોઈ વિશેષ કાર્યવાહી કરતો નથી. અને છૂટી ગયેલો સામાન પરત મળવાની આશા છોડી દે છે. પરંતુ, જો તમે તેના વિશે યોગ્ય સમયે ફરિયાદ કરો છો, તો પછી તમે સામાન પરત મેળવી શકો છો.

તમારો સામાન ટ્રેનમાં ચૂકી જાઓ તો તમારે શું કરવું

આવી સ્થિતિમાં, આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે જો તમારો સામાન ટ્રેનમાં ચૂકી જાઓ તો તમારે શું કરવું જોઈએ. ઉપરાંત, અમે તમને જણાવીશું કે જો રેલવેને તમારો માલ મળી જાય અને તમે તેને પાછો નહીં લો, તો રેલ્વે તેનું શું કરે છે. ચાલો જાણીએ કે, ખોવાયેલો સામાન કેવી રીતે પરત મેળવવો અને તે સામાનનું શું થાય છે…

રેલ્વે અધિકારી સાથે આઇપીએફ પોલીસને જાણ કરવી

જો ટ્રેનમાં બેગ છૂટી જાય છે તો તમારે તે જ સ્ટેશન પર રેલ્વે અધિકારી સાથે આઇપીએફ પોલીસને જાણ કરવી જોઈએ. તમે તેની આર.પી.એફ. માં તેની એફઆઈઆર પણ નોંધાવી શકો છો. આવી સ્થિતિમાં રેલ્વે અને પોલીસની જવાબદારી બને છે કે તેઓ તમારો સામાન શોધવામાં મદદ કરે. જો તમારો સામાન તમારા દ્વારા જણાવેલી સીટ પર મળી આવે, તો તે નજીકના આરપીએફ પોલીસ સ્ટેશનમાં જમા થાય છે. ઘણી વખત આ સામગ્રી જે તે ફરિયાદ સ્ટેશન સુધી પણ પહોંચાડવામાં આવે છે.

પોતાના દસ્તાવેજો બતાવીને સામાન પરત મેળવી શકો

આ પછી મુસાફરે પોતાની યોગ્ય માહિતી આપીને અને પોતાના દસ્તાવેજો બતાવીને સામાન પરત મેળવી શકો છો. ઘણા સ્ટેશનો પર તેમના ઘરે માલ પહોંચાડવાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, તમારો માલ પાછો મેળવવાની અપેક્ષા ખૂબ વધારે છે.

તમારો સામાન ટ્રેનમાં છૂટી છે, ત્યારે તે સ્ટેશન પર જમા થાય

જ્યારે તમારો સામાન ટ્રેનમાં છૂટી છે, ત્યારે તે સ્ટેશન પર જમા થાય છે. જો કોઈ રેલ્વે કર્મચારી કે મુસાફર ટ્રેનમાં મળેલી વસ્તુ સ્ટેશન માસ્તરને જમા કરાવે તો તે જમા કરી લે છે. તે પછીની પ્રક્રિયા દરેક સામાનના આધારે કરવામાં આવે છે. જો આ સામાનમાં કોઈ ઝવેરાત વગેરે હોય તો તે રેલવે સ્ટેશન પર ફક્ત 24 કલાક માટે રાખવામાં આવે છે. જો કોઈ 24 કલાકમાં આ સામગ્રીનો દાવો કરે છે, તો તે તેમને આપવામાં આવે છે. અન્યથા આ સામગ્રી આગામી ઝોનલ ઓફિસમાં મોકલવામાં આવે છે.

રેલવે અધિકારીઓ તેને ત્રણ મહિના સુધી તેમની પાસે રાખે

જો કે, અન્ય વસ્તુઓનો સમય ત્રણ મહિનાનો હોય છે. રેલવે અધિકારીઓ તેને ત્રણ મહિના સુધી તેમની પાસે રાખે છે અને તે પછી તેને આગળ મોકલવામાં આવે છે. ઘણો સામાન વેચવા અંગેના નિયમો પણ છે, જો કે તેની પ્રક્રિયા ખૂબ મોટી છે. એમ તો દરેક વસ્તુના આધારે જુદા જુદા નિયમો બનાવવામાં આવ્યા છે અને તે નિયમો અનુસાર તમારા સામાનનો નિકાલ કરવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો