GSTV
Gujarat Government Advertisement

ફફડાટ/ કોરોનાના કેસો વધતાં આ રાજ્યના તમામ આરોગ્ય કર્મચારીઓની રજાઓ રદ, સરકારે કર્યો આદેશ

કોરોના

Last Updated on March 19, 2021 by

દેશમાં કોરોના સંક્રમણ ઝડપભેર ફેલાઈ રહ્યું છે અને ફરીથી જુદાં-જુદાં પ્રતિબંધો અમલી કરી દેવામાં આવ્યા છે. આ વચ્ચે બિહારમાં વધી રહેલા સંક્રમણને જોતા ત્યાંના આરોગ્ય વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના મુખ્ય સચિવે ગુરુવારે અધિકારીઓ સાથે બેઠક યોજી આદેશ જાહેર કર્યો છે કે 5મી એપ્રીલ સુધી ડોક્ટર, કરાર આધારિત ડોક્ટર, મેડિકલ ઓફિસર, અધિક્ષક, પ્રાચાર્ય, વિદેશક પ્રમુખ, જૂનિયર રેસિડેન્ટ, સિનિયર રેસિડેન્ટ, પેરા મેડિકલ કર્મચારી, એએનએમ કર્મીઓ તમામની રજા રદ્દ રહેશે.

તમામ સિવિલ સર્જન અને ડીએમને એ નિર્દેશ આપ્યો

મુખ્ય સચિવ પ્રત્યય અમૃતે તમામ સિવિલ સર્જન અને ડીએમને એ નિર્દેશ આપ્યો છે કે જે પણ કર્મચારી હાલ રજા પર છે તેમની રજા તાત્કાલિક રદ્દ કરી તેમને ફરજ પર પરત બોલાવી લેવામાં આવે.

આઈસોલેશન બેડ વધારી દેવાનો આદેશ આપી દેવામાં આવ્યો

PMCH, NMCH અને એમ્સને એલર્ટ કરી દેવામાં આવી છે અને આઈસોલેશન બેડ વધારી દેવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોનાના વધતા દર્દીઓની સંખ્યા દરરોજ બેગણી રફ્તારથી વધી રહી છે અને હવે નવા લોકો કોરોનાની ચપેટમાં આવવા લાગ્યા છે. જ્યારે આરોગ્ય સમિતિએ તમામ હોસ્પિટલો પાસેથઈ કર્મચારીઓની યાદી મંગાવી છે અને તેના આધાર પર PPE કીટ, માસ્ક, ગ્લવ્ઝ અને સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો