Last Updated on March 19, 2021 by
ભારતીય જનતા પાર્ટીએ ગુરૂવારના રોજ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે 148 ઉમેદવારના નામોની જાહેરાત કરી છે. પાર્ટીએ કોંગ્રેસના પૂર્વ નેતા દિવંગત સોમન મિત્રાની પત્ની શિખા મિત્રાને કોલકત્તાની ચૌરિંગી વિધાન સભા સીટના ઉમેદવાર બનાવ્યા છે. જો કે, ઉમેદવારીની જાહેરાત થતાં જ તેમણે તો ચૂંટણી લડવાની જ ના પાડી દીધી હતી.
શિખા મિત્રાએ ચૂંટણી લડવાની શા માટે ના પાડી
દિવંગત સોમન મિત્રાની પત્ની શિખા મિત્રાએ કહ્યુ હતું કે, હું ક્યાંથી ચૂંટણી લડવાની નથી. મારી મરજી વિરુદ્ધ ભાજપે મારૂ નામ જાહેર કરી દીધુ, હું ભાજપમાં જોડાઈશ નહીં. જણાવી દઈએ કે, શિખા મિત્રા ભાજપ નેતા અને પારિવારીક મિત્ર શુવેન્દુ અધિકારી સાથે મુલાકાત કર્યા બાદ એવી અટકળો વહેતી થઈ કે, તેઓ ભાજપમાં જોડાવાના છે.
અંતિમ ચાર તબક્કા માટે ભાજપે જાહેર કરી યાદી
આપને જણાવી દઈએ કે, ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે ગુરૂવારે છેલ્લા ચાર તબક્કા માટે 148 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં શિખા મિત્રા ઉપરાંત પાર્ટીના ઉપાધ્યક્ષ મુકુલ રોય, પાર્ટીના રાજ્ય પ્રભાગના પૂર્વ અધ્યક્ષ રાહુલ સિન્હાનું નામ પણ શામેલ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31