GSTV
Gujarat Government Advertisement

LICએ પોલીસીધારકોને આપી મોટી રાહત! હવે દેશની કોઇપણ બ્રાંચમાં જમા કરી શકશો તમારી પૉલીસી મેચ્યોરિટીનો ક્લેમ

lic

Last Updated on March 19, 2021 by

દેશની સૌથી મોટી વીમા કંપની જીવન વીમા નિગમ (LIC) એ તેના કરોડો પોલીસીધારકોને એક મોટી ભેટ આપી છે. કોરોના મહામારી દરમિયાન તેના પોલિસીધારકોની અસુવિધા ઘટાડવા માટે, LICએ જણાવ્યું હતું કે પોલીસીધારકો મહિનાના અંત સુધીમાં દેશની નજીકની કોઈપણ LIC ઑફિસમાં LICની મેચ્યોરિટી ક્લેમ કરવાના દસ્તાવેજો રજૂ કરી શકે છે. LICના આ નિર્ણયથી તે પોલીસીધારકોને મોટી રાહત મળી છે, જેમની પોલીસી મેચ્યોર થઈ ગઇ છે. LICએ ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે.

lic

LIC એ કહ્યું કે તેની દેશભરમાં 113 ડિવિઝનલ ઑફિસ, 2,048 શાખાઓ, 1,526 નાની કચેરીઓ છે. આ સિવાય, તેમાં 74 કસ્ટમર ઝોન પણ છે જ્યાં તેમની પોલિસીના મેચ્યોરિટી ક્લેમનાં ફોર્મ્સ પોલિસી ધારકો પાસેથી સ્વીકારવામાં આવશે. આમાં, કોઈપણ શાખામાંથી લેવામાં આવેલી પોલીસીને ક્લેમ કરવાનું ફોર્મ ગમે ત્યાં સબમિટ કરી શકાય છે.

lic

ટેસ્ટિંગ તરીકે શરૂ કરવામાં આવી છે આ સુવિધા

LICએ કહ્યું છે કે આ સુવિધા ટેસ્ટિંગ રૂપે શરૂ કરવામાં આવી છે અને તાત્કાલિક અસરથી અમલમાં આવી છે. આ સુવિધા 31 માર્ચ પર સમાપ્ત થાય છે. LIC પાસે હાલમાં 29 કરોડથી વધુ પોલિસી ધારકો છે.

કંપનીએ કહ્યું છે કે પોલીસીનો ક્લેમ ખરેખર તેની મેઇન બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે. આ અંતર્ગત, બ્રાન્ચના ડિજિટલી ઓર્ગેનાઇઝ્ડ સેલ દ્વારા દસ્તાવેજો રજૂ કરવામાં આવશે. તેમણે કહ્યું છે કે તમામ અધિકારીઓને આવા ક્લેમની પ્રક્રિયા કરવા માટે વિશેષ અધિકાર આપવામાં આવ્યો છે.

lic

LICની નવી પોલીસી લૉન્ચ

LICએ આ અઠવાડિયાની શરૂઆતમાં અન્ય એક રજૂઆત કરી છે. LICએ નવી પોલિસી ‘સેવિંગ્સ પ્લસ’ શરૂ કરી. તેમાં સુરક્ષાની સાથે બચતની સુવિધા પણ છે. આ યોજનાનો પાકતી મુદત પાંચ વર્ષની છે. જો પોલિસીધારક પોલિસીની મેચ્યોરિટી પૂર્વે મૃત્યુ પામે છે, તો પીડિત પરિવારને આર્થિક મદદ મળશે. આ પોલીસી સિંગલ પ્રીમિયમ અને મર્યાદિત પ્રીમિયમ ચુકવણી મોડ માટે સમ અશ્યોર્ડ ઑન ડેથની પસંદગી કરવાનો વિકલ્પ આપે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો