GSTV
Gujarat Government Advertisement

અનોખા લગ્ન: આંદોલન સ્થળે ખેડૂત નેતાના દિકરા-દિકરીએ કર્યા લગ્ન, અગ્નિની જગ્યાએ ડૉ. આંબેડકરને સાક્ષી માની સાત ફેરા લીધા

Last Updated on March 19, 2021 by

કૃષિ કાયદાની વિરુદ્ધમાં એમપીમાં ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે. જ્યાં અલગ અલગ જગ્યાએ પ્રદર્શનો થઈ રહ્યા છે. રિવામાં કૃષિ યાર્ડ કરહિયામાં 3 જાન્યુઆરીથી અનિશ્ચિતકાળ સુધી ધરણા પર ખેડૂતો બેઠેલા છે. ત્યારે હવે આ મંચ પર શરણાઈઓ વાગવા લાગી છે. ખેડૂતના દિકરા-દિકરીએ ધરણા સ્થળ પર લગ્ન કર્યા હતા. આ બંનેએ ડો. આંબડકરને સાક્ષી માનીને સાત ફેરા લીધા હતા.ખેડૂતોએ કહ્યુ હતું કે, જ્યાં સુધી સરકાર અમારી વાત માનશે નહીં ત્યાં સુધી આવી જ રીતે માંગલિક કાર્ય કરતા રહીશું.

ધરણાં સ્થળ પર આવી પહોંચી જાન

હકીકતમાં જોઈએ તો, રીવા કૃષિ મંડીમાં આજે ખેડૂતોનો અનોખો વિરોધ સામે આવ્યો છે. જ્યાં ખેડૂત નેતા રામજીત સિંહે ધરણા સ્થળ પર જ પોતાના દિકરા-દિકરીના લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. આ લગ્નમાં જાનૈયા પક્ષ જાન થઈને ધરણા સ્થળે આવ્યા હતા. જ્યાં બંને પક્ષે એકબીજા ફૂલહાર પહેરાવી લગ્નની વિધિ સંપન્ન કરી હતી. જ્યાં અગ્નિની જગ્યાએ બાબા સાહેબ આંબેડકરને સાક્ષી માનીને સાત ફેરા લેવામાં આવ્યા હતા.

છેલ્લા 75 દિવસથી બેઠા છે ધરણા પર

આપને જણાવી દઈએ કે, રિવામાં છેલ્લા 75 દિવસથી ખેડૂતો ધરણા કરી રહ્યા છે. ખેડૂતોએ ઘરે પાછા ન જવાની કસમ ખાધી છે. ત્યારે હવે આ ખેડૂતોના આવતા માંગલિક કાર્યો પણ તેઓ અહીં જ કરી રહ્યા છે.આ જ કારણ છે કે, ખેડૂત નેતા રામજીત સિંહે પોતાના દિકરા-દિકરીના લગ્ન અહીં કરાવ્યા હતા.

ભીમરાવ આંબેડકરને સાક્ષી માનીને લીધા સાત ફેરા


આ લગ્ન સમારંભમાં કોઈ સજાવટ કરવામાં આવી નહોતી. સાથે જ બેન્ડ વાજા પણ નહોતા વગાડ્યા. બંનેએ અગ્નિની જગ્યાએ ભારતીય સંવિધાન નિર્માતા ડો. બાબા સાહેબ આંબેડકર અને સાવિત્રીબાઈ ફુલેને સાક્ષી માનીને સાત ફેરા લીધા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો