Last Updated on March 19, 2021 by
હોળી વસંત ઋતુમાં ફાગણ મહિનામાં શુક્લ પક્ષમાં પૂર્ણિમા તિથિના દિવસે મનાવામાં આવે છે. આ તહેવાર પરંપરાગત રીતે બે દિવસ સુધી મનાવામાં આવે છે. પ્રથમ દિવસે હોળિકા દહન થાય છે અને ત્યાર બાદ બીજા દિવસે રંગ-ગુલાલથી હોળી મનાવામાં આવે છે. ફાગણ મહિનામાં ઉજવાતો હોવાના કારણે આ તહેવાર ઘણી વાર ઉત્તર ભારતના રાજ્યોમાં ફાલ્ગુની પણ કહેવાય છે. હોળીનો તહેવાર ક્યારે ઉજવાશે અને ક્યારે હોળિકા દહન થશે તેની ગણતરી પંચાગના આધારે થાય છે.
28 માર્ચે હોળિકા દહન અને 29 માર્ચે હોળી
હિન્દુ પંચાગ અનુસાર આ વખતે ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 28 માર્ચ 2021 રવિવારના રોજ, એટલા માટે હોલિકા દહન 28 માર્ચના રોજ થશે અને રંગ ગુલાલ સાથે તેના બીજા દિવસે 29 માર્ચ સોમવારે હોળી રમાશે. હોળીનો તહેવાર ફક્ત ભારતમાં જ નહીં, પણ જ્યાં જ્યાં વિદેશમાં ભારતીયો વસવાટ કરે છે, ત્યાં પણ આ તહેવાર ઉજવાય છે.
હોળી પ્રગટાવવાનું મૂહૂર્ત
- હોળિકા દહનમાં આ વખતે 28 માર્ચે ભદ્રનો છાયો રહેશે નહીં.
- પંચાગ અનુસાર પૂર્ણિમા તિથિ પ્રારંભ- 28 માર્ચ 2021 સવારે 03.27 કલાકે
- પૂર્ણિમા તિથિ સમાપ્ત- 29 માર્ચ 2021 રાતના 12.17 કલાકે
- હોળિકા દહનનું મૂહુર્ત- 28 માર્ચ સાંજે 06.37 વાગ્યાથી રાતના 8.56 વાગ્યા સુધી
- સમયગાળો- 2 કલાકને 20 મીનિટ
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31