GSTV
Gujarat Government Advertisement

ભગવાન જગન્નાથની 35 હજાર એકર જમીન વેચી રહી છે સરકાર, અલગ અલગ 6 રાજ્યોમાં ફેલાયેલી છે આ જમીન

Last Updated on March 19, 2021 by

ઓડિશા સરકાર ભગવાન જગન્નાથના નામ પર રાજ્ય અને દેશના અન્ય ભાગોમાં ફેલાયેલી 35000 એકર જમીન વેચવા જઈ રહી છે. આ પગલાનો ઉદ્દેશ્ય 12મી સદીના મંદિરના 650 કરોડ રૂપિયાના ભંડોળને 2023 સુધી વધારીને 1000 કરોડ રૂપિયા કરવાના છે. વિધાનસભામાં ભાજપ ધારાસભ્ય મોહન લાલ માંઝીએ એક પ્રશ્નના જવાબમાં કાયદો અને આવાસ તથા શહેરી વિકાસ મંત્રી પ્રતાપ જેનાને કહ્યુ હતું કે, પૂર્વ રાજ્યપાલ બીડી શર્માની અધ્યક્ષતામાં નિર્માણ થયેલી એક કમિટી અને જગન્નાથ મંદિરના મેનેજમેન્ટ સમિતિની સ્વિકૃતિ મળ્યા બાદ રાજ્ય સરકારે મંદિરની 35,272.232 એકર જમન વેચવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

ઓડિશા સિવાય અન્ય 6 રાજ્યોમાં આવેલી છે જમીન

અત્યાર સુધીમાં જગન્નાથ મંદિરની 60,426.943 એકર જમીન ઓળખાણ કરી લીધી છે. તેમાંથી 395.252 એકર બંગાળમાં, મહારાષ્ટ્રમાં, મધ્ય પ્રદેશ અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં ઓડિસાથી બહાર આવેલી છે. આ તમામ જમીન ભક્તોએ દાનમાં આપેલી છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોએ આ જમીન પર દબાણ કરીને બેઠા છે. જ્યારે ભગવાન જગન્નાથના નામ પર ઓડિશામાં 24 જિલ્લામાં જમીન ફેલાયેલી છે. જ્યારે અન્ય રાજ્યમાં 395.252 એકર છ રાજ્યમાં આવેલી છે.

મંદિરનું ભંડોળ 1000 કરોડ કરવાનો લક્ષ્યાંક

જગન્નાથ મંદિરના રેકોર્ડમાં નોંધાયા પ્રમાણે આંધ્ર પ્રદેશમાં 17.02 એકર, જ્યારે 322.93 એકર બંગાળમાં અને 28.218 એકર મહારાષ્ટ્રમાં, આવી જ રીતે બિહાર અને મધ્ય પ્રદેશમાં 0.274 એકર, છત્તીસગઢમાં 1.70 એકર જમીન આવેલી છે. ત્યારે હવે આ જમીન ખાલી કરાવવા માટે જ્યાં પણ જમીન આવેલી છે, ત્યાંની જિલ્લા કલેક્ટર સાથે મંદિર પ્રબંધન સંપર્કમાં છે. મંદિરના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ હતું કે, અમે 2023 સુધીમાં ભગવાનના નામ પર 1000 કરોડનો લક્ષ્યાંક સુધી પહોંચવાની યોજના બનાવી રહ્યા છીએ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો