GSTV
Gujarat Government Advertisement

માલ્યા-મોદી-ચોક્સી પર નાણામંત્રીનું મોટું નિવેદન, ભાગેડુઓ દેશમાં જ કરશે દેશના કાયદાનો સામનો

Last Updated on March 19, 2021 by

રાજ્ય સભામાં કોંગ્રેસનાં સહિત વિપક્ષનાં નેતાઓએ ગુરૂવારે વીમાં સુધારા બિલનો વિરોધ કરતા હોબાળો મચાવ્યો, જેના કારણે બેઠકને ભોજનકાળ બાદ ચાર વખત સ્થગિત કરવી પડી, જો કે ફરી એકવખત શરૂ થયેલી કાર્યવાહીમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે વિપક્ષોને જોરદાર જવાબ આપ્યો. તેમણે કહ્યું કે વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સી, આ તમામ કાયદાનો સામનો કરવા માટે અહીં આવી રહ્યા છે.

nirmala-sitharaman નાણામંત્રી

અત્રે ઉલ્લેખનિય છે કે વીમા સુધારા બીલ 2021ને ચર્ચા માટે રજુ કરવામાં આવ્યું, આ બિલમાં પ્રત્યક્ષ વિદેશી મુડી રોકાણની મર્યાદાને 49 ટકાથી વધારીને 74 ટકા કરવાનો પ્રસ્તાવ છે, આ બિલને સંસદની કાર્યવાહી પુરી થાય તે પહેલા પસાર કરવામાં આવ્યું. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં જણાવ્યું કે વીમા સેક્ટરની  કંપનીઓની વધતી નાણાકિય જરૂરીયાતોને પુરી કરવામાં તેનાથી મદદ મળશે.

તેમણે કહ્યું કે વીમા સેક્ટરનાં રેગ્યુલેટર્સનાં તમામ પક્ષોની સાથે ગહન વિચાર-વિમર્સ બાદ આ સેક્ટરમાં પ્રત્યક્ષ મુડી રોકાણની મર્યાદા વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, 2015માં જ્યારે વીમા સેક્ટરમાં એફડીઆઇની મર્યાદા વધારીને 49 કરવામાં આવી, ત્યાર બાદથી 26,000 કરોડનું રોકાણ આવ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો