GSTV
Gujarat Government Advertisement

ફેંક આઈડી બંધ થશે/ સરકારે કંપનીઓને કાર્યવાહી કરવા આદેશ કર્યો, દેશમાં 140 કરોડ સોશિયલ યૂઝર

Last Updated on March 18, 2021 by

સરકારે ગુરુવારે રાજ્યસભામાં કહ્યું કે, સોશિયલ મીડિયા પર ફેક ઓળખ થકી અકાઉન્ટ બનાવી આપત્તિજનક ટિપ્પણી કરવા મામલે તેઓ ગંભીર છે. આવા કેસમાં કંપનીઓને સ્વૈચ્છિક રીતે ફેક અકાઉન્ટ બનાવનારાઓની ઓળખ કરવા કહેવામાં આવ્યું છે. રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં આ વાત કહી હતી. તેમણે કહ્યું કે- આ મામલે જાહેર કરવામા આવેલી ગાઈડલાઈન્સમાં આ મુદ્દે જોગવાઈ કરવામાં આવી છે, જેનું પાલન કરવાનું કંપનીઓ પર નિર્ભર છે.

રવિશંકર પ્રસાદે કહ્યું કે,‘અમુક લોકો ઓળખ છુપાવીને જ્ઞાન વહેંચતા હોય છે. જ્ઞાન આપવું સારી વાત છે પરંતુ તેમણે પોતાની વાસ્તવિક ઓળખ જણાવવી જોઈએ. ભારતમાં સોશિયલ મીડિયા પર 140 કરોડ યુઝર છે. જેઓ ફેસબુક, ટ્વિટર અને અન્ય પ્લેટફોર્મ પર એક્ટિવ છે. ઈન્ટરનેટ પર અમુક કંપનીઓનો અધિકાર ના હોવો જોઈએ.’

ખેડૂત આંદોલન મામલે દિશા રવિ અને અન્ય લોકોની ધરપકડ મામલે રવિશંકર પ્રસાદે તેને કાયદો અને વ્યવસ્થાની બાબત ગણાવી હતી. જે મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે- નવી ગાઈડલાઈન્સમાં મહિલાઓના માન અને ગરિમાનું ધ્યાન રાખવામાં આવ્યું છે તથા આપત્તિજનક સામગ્રી 24 કલાકમાં હટાવવા કહેવામા આવ્યું છે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો