Last Updated on March 18, 2021 by
એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તાજેતરમાં જ મુંબઈ એરપોર્ટ ઉપર સ્પોટ થઈ હતી. તે પોતાની તમિલ ફિલ્મની શૂટીંગ પૂરી કરીને દિલ્લી પરત ફરી હતી. આ દરમયાન ઉર્વશી કાળા જિન્સ, ટૈંક ટોપ અને ક્રોપ બ્લેજરમાં નજરે આવી હતી. તેની સાથે જે ચીજ ચર્ચામાં રહી તે છે તેની પાણીની બોટલ.
શું છે પાણીની ખાસીયત અને તેની કિંમત ?
ઉર્વશીના હાથમાં જે બ્લેક વોટરની બોટલ હતી. જે પ્રીમીયમ આલ્કલાઈન વોટર alkaline છે. જેને Fulvic Traceથી ઈન્ફ્યુઝ કરવામાં આવે છે. રિપોર્ટસના જણાવ્યા પ્રમાણે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી પણ આ બ્લેક વોટર પીવે છે. આ પાણી હાઈડ્રેટેડ થવામાં મદદ કરે છે અને પીએચને હાઈ રાખે છે. ઈમ્યુનીટી વધારવા અને ફિટ રહેવા માટે સેલિબ્રિટી આ પાણી પીવે છે. આ પાણીની કિંમત 200 રૂપિયા પ્રતિ લિટરની છે.
પાણીનો રંગ કેમ હોય છે કાળો ?
AV Organicsના ફાઉન્ડરના એમડી આકાશ વાઘેલાએ જણાવ્યું હતું કે, પાણીની ક્વોલીટી સારી રાખવા માટે જે મિનરલ્સનો ઉપયોગ કરીએ છીએ તેનો કલર કાળો હોય છે. 70 ટકા મિનરલ્સ પાણીમાં ઈન્ફ્યુઝ કરવામાં આવે છે. જેના કારણે પાણી કાળુ થઈ જાય છે.
આ છે ઉર્વશી રૌતેલાનો પ્રોજેક્ટ
તો વર્કફ્રંટ ઉપર વાત કરીએ તો ઉર્વશી રૌતેલા આ દિવસોમાં તેની અપકમિંગ વેબ સિરિઝ ઈન્સપેક્ટર અવિનાશની શૂટીંગ કરી રહી છે. તેમાં તે રણદીપ હુડ્ડાના વિરૂદ્ધના રોલમાં નજરમાં આવશે. આ પોલીસ ઓફિસર અવિનાશ મિશ્રાની રીયલ લાઈફ સ્ટોરી છે. ફિલ્મને નિરજ પાઠક ડાયરેક્ટ કરી રહ્યાં છે. રિપોર્ટસના જણાવ્યા પ્રમાણે ઉર્વશીએ જિયો સ્ટુડીયો સાથે ત્રણ ફિલ્મો લાઈન કરી છે. ઉર્વશી ઈન્ટરનેશનલ પ્રોજેક્ટનો પણ ભાગ છે. જે ઈજિપ્ટિયન સુપરસ્ટાર Mohamad Ramadan સાથે નજરે આવશે. તે સિવાય તે બાઈલિંગુઅલ મુવી બ્લેક રોજમાં પણ દેખાશે. ઉર્વશી મ્યુઝિક વીડિયો વો ચાંદ કહાં સે લાઓગીમાં પણ નજરે આવી હતી. તેમાં તેણે ટીવી એક્ટર મોહસીન ખાનની સાથે કામ કર્યું હતું. ઉર્વશી ફિલ્મ વર્જિન ભાનુપ્રિયામાં જોવા મળી હતી.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31