GSTV
Gujarat Government Advertisement

લંપટ શિક્ષક: ટ્યૂશનમાં આવતી વિદ્યાર્થિનીને લઈને ભાગી ગયો શિક્ષક, બદનામી ના ડરે જે કામ કરવા જતાં હતાં, તે જાણી આપના રૂવાંડા ઉભા થઈ જશે

Last Updated on March 18, 2021 by

એવું કહેવાય છે કે પ્રેમ કરવા માટે ઉંમર કે બંધન હોતા નથી. પ્રેમ તો બસ પ્રેમ જ હોય છે. જે ક્યારે, ક્યાં અને કોની સાથે થઈ જાય, કોઈ નથી જાણતું. જો કે, કેટલીય એવી પ્રેમ કહાની હોય છે, જે ચોંકાવનારી હોય છે. એક આવો જ મામલો સામે આવ્યો છે રાજસ્થાનમાંથી. અહીં એક શિક્ષકને પોતાની જ સગીર વયના વિદ્યાર્થી સાથે પ્રેમ થઈ ગયો. એટલું જ નહીં આ બંને ઘરેથી ભાગી ગયા. બાદમાં જે હકીકત સામે આવી છે, તે જાણીને સૌ કોઈ ચૌંકી ગયા હતા.

ટ્યૂશનમાં આવતી વિદ્યાર્થિનીને લઈને ભાગી ગયો શિક્ષક

પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, અજમેરમાં રહેતા એક શખ્સ, જે બાળકોને ટ્યૂશન ભણાવતો હતો.તેને પોતાની જ એક વિદ્યાર્થિની સાથે પ્રેમ થઈ ગયો. મામલો એટલો આગળ વધી ગયો કે, શિક્ષક વિદ્યાર્થીને લઈને ભાગી ગયો. કહેવાય છે કે, આ બંને લગ્ન પણ કરવાના હતા. પણ લગ્નની વાત શક્ય ન બની. બાદમાં આ બંનેએ આત્મહત્યા કરવાનો વિચાર કર્યો. જેના માટે બંનેએ પહાડ પરથી કૂદીને ધૂબકો પણ માર્યો, પણ તેમાં સફળ થયા નહીં. આ બાજૂ સગીરાના પરિવારવાળાએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી. જે બાદ પોલીસે તપાસ શરૂ કરી દીધી. જેના માટે એક ટીમ પણ બનાવી છે.

આત્મહત્યા કરવા માટે તૈયાર ન થઈ છોકરી

પોલીસનું કહેવુ છે કે, આ બંનેને બોરાજના પહાડી વિસ્તારમાંથી પકડી લેવામાં આવ્યા છે. તો વળી સગીર વયની વિદ્યાર્થિનીને તેના પરિવારને સોંપી દેવામાં આવી છે. જ્યારે શિક્ષકની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસનું કહેવુ છે કે, સગીર વયની આ વિદ્યાર્થિની આત્મહત્યા કરવા માટે તૈયાર ન થઈ. હાલમાં પોલીસ આરોપી ટિચરની પૂછપરછ કરી રહી છે. જો કે,આ મામલો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. લોકો જેવીને તેવી વાતો કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, આ પ્રકારના આવા કેટલાય કેસ અહીં બની ગયા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો