GSTV
Gujarat Government Advertisement

Viral Video : રોડ પર ચાલતી SUV Carમાંથી પડી ગયો નાનો છોકરો, CCTV Camera માં કેદ થઈ ઘટના

Last Updated on March 18, 2021 by

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે પણ શોક્ડ થઈ જશો. એક બાળક વ્યસ્ત રસ્તા પર ચાલતી કામાંથી પડી ગયો હતો. કાર આગળ ચાલી ગઈ અને બાળક રસ્તાની વચ્ચે દોડતો દેખાઈ રહ્યો છે. આગળ જઈને કારમાં બાળકને નીં જોઈ તેની માતાના શ્વાસ અધ્ધર થઈ ગયાં હતાં. થોડી દુર જઈને તેણે કારને રોકી દીધી તે સમયે બાળક ત્યાં જ આવતો હતો. વીડિયોને મુળરૂપથી ધ સને પોસ્ટ કર્યો હતો અને ટ્વિટર યુઝર શિરીન ખાને મંગળવારે પોતાના એકાઉન્ટ ઉર શેર કર્યો હતો. જે બાદ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.

સીસીટીવી કેમેરામાં કેદ થઈ ઘટના

ટ્રાફિલ સિગ્નલની પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના રેકોર્ડ થઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ઘણી કારો અને વાહો સાથે ચાલી રહ્યાં છે. અચાનક એક સફેદ એસયુવીનું બુટ ખુલ્લી ગયું અને નાનો છોકરો રસ્તાની વચ્ચે પડ્યો. રસ્તા ઉપર બીજા વાહનો તરત રોકાઈ ગયાં કારણ કે બાળક પોતાની કારની તરફ ભાગતો જોવા મળ્યો છે. સૌભાગ્યથી બાળકને કશું થયું નથી. શિરીન ખાને આ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, આ કેવી રીતે થઈ શકે છે ?

માતાએ રોકી કાર અને તુરંત પહોંચી બાળકની પાસે

સીસીટીવી ક્લિપને જોતા જણાઈ રહ્યું છે કે, સફેદ એસયુવી કાર થોડી દુર ચાલ્યા બાદ રોકાઈ ગઈ હતી. કારમાંથી બાળકની મા નીકળી અને દોડતા બાળકની પાસે પહોંચી ગઈ હતી. તેણે તુરંત જ બાળકને ખોળામાં ઉપાડીને તેની કાર તરફ ચાલી ગઈ.

20 હજારથી વધારે વખત જોયો વીડિયો

શિરીને આ વીડિયો 16 માર્ચે શેર કર્યો હતો. અત્યારસુધીમાં 20 હજારથી વધારે વખત લોકોએ તેને જોયો છે. કોમેન્ટ સેક્શનમાં એક ટ્વિટર યુઝરે આ ઘટના ઉપર પોતાની વાત કહી હતી. તેના પ્રમાણે લોક મૈકેનિઝ્મમાં એક નાનું લીવર હોય છે. તે દબાવીને દરવાજો સરળતાથી ખોલી શકાય છે. દરેક કારમાં આ સિસ્ટમ હોય છે. ચાઈલ્ડ લોક ઓન છે તે સુનિશ્ચિત કરવા માટે તમામ દરવાજાને બંધ કરીને રોકી શકાય છે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો