Last Updated on March 18, 2021 by
ટીમ ઇન્ડિયાનો સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ભારતના સર્વશ્રેષ્ઠ ઑલરાઉન્ડરોમાંથી એક છે અને તે કહેવું જરાંય ખોટુ નથી કે તે પાછલાં કેટલાંક વર્ષોમાં ભારતીય ટીમ માટે મેચ વિનર ખેલાડી બનીને ઉભરી આવ્યો છે. રવિન્દ્ર જાડેજા જામનગરનો છે અને તે પોતાના હોમટાઉનના સૌથી પ્રસિદ્ધ વ્યક્તિઓમાંથી એક છે. જામનગરમાં જાડેજાનો બંગલો કોઇ શાહી મહેલથી ઓછો નથી. ચાલો એક નજર નાંખીએ જાડેજા કેવા બંગલામાં રહે છે અને તેમાં કઇ કઇ સુવિધાઓ છે.
જામનગરમાં જાડેજાનો 4 માળનો બંગલો
રવિન્દ્ર જાડેજા ક્રિકેટના મેદાન પર પોતાના કારનામા માટે જ નહીં પરંતું જામનગરમાં પોતાના 4 માળના બંગલા માટે પણ ચર્ચામાં રહે છે.
શાહી મહેલ જેવો જાડેજાનો બંગલો
રવિન્દ્ર જાડેજાનો બંગલો લુક્સમાં કોઇ શાહી મહેલ જેવો જ છે. જેમાં વિશાળ દરવાજા અને એન્ટીક કિંમતી ફર્નિચર અને ઝૂમર છે.
મોંઘુદાટ ઇન્ટીરિયર
રવિન્દ્ર જાડેજાના ઘરના અંદરના હિસ્સાની સજાવટ જોવા જેવી છે. જાડેજાના ઘરમાં એકથી એક મોંઘાદાટ શૉપીસની સજાવટ છે.
લિવિંગ રૂમમાં આલિશાન સોફો
રવિન્દ્ર જાડેજાના લિવિંગ રૂમમાં એક આલિશાન સોફો છે. રવિન્દ્ર જાડેજા અવારનવાર પોતાના ઘરની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે. રવિન્દ્ર જાડેજાના બંગલામાં એક મોટો ડાઇનિંગ એરિયા છે, જે શાહી અહેસાસ કરાવે છે.
જાડેજા પાસે એક ફાર્મ હાઉસ પણ છે
રવિન્દ્ર જાડેજા પાસે એક ફાર્મ હાઉસ પણ છે. જે તેના ‘મિ. જડ્ડૂ ફાર્મ હાઉસ’ના નામે છે. પોતાના ફાર્મ હાઉસમાં તો મોટાભાગે પોતાના ઘોડાઓ સાથે સમય પસાર કરતાં જોવા મળે છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31