Last Updated on March 18, 2021 by
મહારાષ્ટ્રમાં કોરોના કેસ સતત વધતા સરકાર આકરા નિર્ણયો લઈ રહી છે. ઘણા જીલ્લાઓમાં પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યાં છે. ગુરુવારે પાલઘર જીલ્લામાં અનિશ્ચિત સમય માટે તમામ સ્કૂલ, કોલેજ, હોસ્ટેલ બંધ કરવાનો આદેશ કરાયો હતો. બુધવારે રાજ્યમાં કોરોનાના નવા 23 હજાર 179 કેસ સામે આવ્યા હતા. જ્યારે 84 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
શાળા-કોલેજ અને હોસ્ટેલ બંધ
નંદોરમાં એક આશ્રમ શાળાના એક શિક્ષક ઉપરાંત 6 વિદ્યાર્થીઓ અને 24 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા સ્કૂલની હોસ્ટેલને સીલ કરવામા આવી હતી. 9 વિદ્યાર્થીઓને ગ્રામીણ હોસ્પિટલોમાં દાખલ કરવામા આવી છે. મહારાષ્ટ્ર સરકારે લોકોને ચેતવણી આપી હતી કે જો કોરોના ગાઈડલાઈનનું પાલન નહીં કરાય તો રાજ્યમાં લૉકડાઉન લાગુ કરવું પડશે. અમુક જીલ્લામાં તેને લાગુ કરી દેવામા આવ્યું છે.
નાગપુરમાં લોકડાઉન નિષ્ફળ રહ્યું
સાથે જ નાગપુરમાં લોકોના વલણના કારણે લૉકડાઉન નિષ્ફળ બની રહ્યું છે. અહીં પ્રશાસને 15 માર્ચથી 21 માર્ચ સુધી લૉકડાઉન લગાવ્યું છે. હવે પ્રશાસને નિર્ણય લીધો છે કે બપોરે 1 વાગ્યા બાદ શાકભાજી, રાશન, રોજિંદા જીવનની જરૂરિયાતનો સામાન, માંસ સહિત તમામ દુકાનો બંધ રાખવામાં આવશે. ફક્ત દવાની દુકાનો ખોલવાની મંજૂરી પ્રશાસન તરફથી આપવામાં આવશે.
મહારાષ્ટ્રમાં રેકોર્ડ નવા કેસ
સ્વાસ્થ્ય અધિકારીઓએ જણઆવ્યું કે નવા કેસ સાથે કુલ રાજ્યમાં સંક્રમણના કેસની કુલ સંખ્યા વધીને 23,70,507 થઇ ગઇ છે. અધિકારીએ જણાવ્યું કે બુધવારે આ મહામારીથી વધુ 84 દર્દીઓના મોત થયા. આ સાથે મૃત્યુઆંક 53,080 થઇ ગયો છે. તેમણે જણાવ્યું કે દિવસ દરમિયાન 9,138 લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી જેથી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા 21,63,391 થઇ ગઇ છે. રાજ્યમાં આ સમયે 1,52,760 દર્દીઓની સારવાર ચાલી રહી છે.
નાગપુરમાં સૌથી વધુ કોરોના કેસ
નાગપુર શહેરમાં કોરોનાના સૌથી વધુ 2,698 કેસ સામે આવ્યાં. તે બાદ પુણેમાં 2,612 અને મુંબઇ શહેરમાં 2,377 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રના ઠાણે જિલ્લામાં કોરોના વાયરસ સંક્રમણના 1804 નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિતોની સંખ્યા વધીને 2,80,732 થઇ ગઇ છે.
મહારાષ્ટ્રમાં સંક્રમણની બીજી લહેર
તેવામાં પાછલા કેટલાંક દિવસોમાં મહારાષ્ટ્રના મુંબઇ અને અન્ય હિસ્સાઓમાં કોવિડ-19 કેસમાં ઉછાળો ‘બીજી લહેર’ છે. સંક્રમણના કેસમાં થઇ રહેલા વધારાના કારણે સ્થિતિ ભયાનક બની છે. ણેમાં છેલ્લા 24 કલાકમાં 4727 કેસ નોંધાયા છે. મુંબઇ શહેરની વાત કરીએ તો ત્યાં 2377 કોરોના કેસ નોંધાયા છે. મુંબઇમાં વર્તમાન સમયે એક્ટિવ કેસોની સંખ્યા 15,410 છે.
ઉલ્લેનીય છે કે મહારાષ્ટ્રમાં છેલ્લા થોડા દિવસથી કોરોનાની બીજી લહેર શરુ થઇ છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કેટલાક પ્રતિબંધો લગાવ્યા છે. કેટલાક વિસ્તારોમાં લોકડાઉન અને નાઇટ કર્ફ્ય લગાવ્યો છે. ગયા અઠવાડિયે કેન્દ્રની ટીમ પણ મહારાષ્ટ્ર પહોંચી હતી. ત્યારે હવે કોરોનાના આંકડા જે રીતે ડરાવી રહ્યા છે તેને જોતા લોકોને ફરી વખત લોકડાઉન થવાનો ડર છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31