Last Updated on March 18, 2021 by
જો આપ પણ આ કોરોના કાળમાં તગડી રકમ કમાવા માગો છો, તો દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ પોતાનો ગ્રાહકોને આ મોકો આપી રહી છે. એસબીઆઈ પોતાના ગ્રાહકોને ખાસ કરીને ખાતુ ખોલવાની સુવિધા આપી રહ્યુ છે. આ ખાસ ખાતા દ્વારા આપ સારી એવી કમાણી કરી શકો છો. આ સાથે જ આપને 1350 રૂપિયાની બચત પણ થશે. એસબીઆઈના આ ખાતાનું નામ ડીમૈટ અને ટ્રેંડીંગ અકાઉન્ટ છે. તેના દ્વારા આપ શેર બજાર અને મ્યૂચ્યુઅલ ફંડમાં પૈસા લગાવી શકો છો.
એસબીઆઈએ ટ્વિટ કરીને આપી આ જાણકારી
દેશની સૌથી મોટી સરકારી બેંકે ટ્વીટ કરીને આ વાત જણાવી છે. એસબીઆઈએ ગ્રાહકોને હવે યોનો એપ દ્વારા ડીમેટ અને ટ્રેંડીંગ અકાઉન્ટ ઓપન કરાવવાની ભલામણ કરી છે. યોન એપથી ખાતુ ખોલાવો અને 1350 રૂપિયા બચાવો. તેમાં આપને 850 રૂપિયાનુ ખાતુ મફતમાં ખોલાવાનો મોકો મળશે. આ ઉપરાંત પ્રથમ વર્ષ માટે 500 રૂપિયાનું ફ્રી ડીપી એએમસી મળશે.
ક્યાંથી મળશે જાણકારી
જો આપ પણ સારી એવી કમાણી કરવા માટે એસબીઆઈના ડીમૈટ અને ટ્રેડીંગ અકાઉન્ટ ખોલાવવા માગો છો તો, વધારે વિગતો માટે તમને અહીંથી જાણકારી મળી રહેશે. https://www.sbiyono.sbi/index.html પર જઈને પણ મુલાકાત કરી શકો છો.
શુ હોય છે ડિમૈટ અકાઉન્ટ
આ અકાઉન્ટ દ્વારા આપ બજારમાં પૈસા લગાવી શકો છો. જો તમે પણ બજારમાં પૈસા લગાવવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આપે સૌથી પહેલા આ ખાતુ ખોલાવુ જોઈએ. આ પણ અન્ય ખાતાની માફક જ હોય છે. જેવુ આપ બીજા ખાતા દ્વારા પૈસાની લેવડદેવડ કરતા હોવ છો, બસ એ જ રીતે આ ખાતા દ્વારા આપ શેરની લેવડદેવડ કરી શકશો. શેરમાં ઓનલાઈન રોકાણ માટે ડીમૈટ ખાતાની જરૂર પડે છે. તેને આપ એસબીઆઈ, એચડીએફસી સિક્યોરિટીઝ, આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટ, એક્સિસ ડાયરેક્ટ જેવા કોઈ પણ બ્રોકરેજ પાસે ખોલાવી શકો છો.
ખાતુ ખોલાવાની આ પ્રક્રિયા ફોલો કરો
- તેના માટે આપે સૌથી પહેલા ફોનમાં યોનો એપ ડાઉનલોડ કરવાની રહેશે.
- હવે તેમા લોગઈન કરવાનું થશે.
- ત્યાર બાદ આપે ઈન્વેસ્ટમેંટ ઓપ્શન પર ક્લિક કરવાનું થશે.
- અહીં આપને ઓપન ડીમૈટ અને ટ્રેડીંગ અકાઉન્ટ પર ક્લિક કરવાનું થશે.
- પ્રોસેસ પુરી થયાં બાદ આપને સબ્મિટ કરવા માટે ક્લિક કરવું. આમ આપનું કામ થઈ જશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31