Last Updated on March 18, 2021 by
વડોદરા શહેરમાં કોરોના ના કેસો વધી રહ્યા છે ત્યારે વડોદરા મહાનગર પાલિકાની સભા શાખામાં ફરજ બજાવતા કર્મચારી શ્રેયસ શાહ અને વધુ બે મહિલા કાઉન્સિલર જાગૃતીબેન કાકા અને મીનાબા કોરોનાની ઝપેટમાં આવતાં તંત્ર દોડતું થયું છે. કોરોના સંક્રમણમાં એકાએક ઉછાળો આવ્યો છે. ત્યારે તંત્ર સાવચેતીના ભાગરૂપે જરુરી પગલા પણ ભરી રહ્યું છે બુધવારે પાલિકા કચેરીની સભા શાખામાં ફરજ બજાવતા કર્મચારી અને વધુ બે મહિલા કાઉન્સિલર કોરોના સંક્રમિત બનતા તંત્ર દોડતું થયું છે.
કર્મચારી અને વધુ બે મહિલા કાઉન્સિલર કોરોના સંક્રમિત બનતા તંત્ર દોડતું થયું
અત્રે નોંધનીય છે કે, વડોદરા મહાનગરપાલિકાએ બુધવારે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 25,652 પર પહોંચી ગયો છે. કોરોનાને નવું મોત ન નીપજતાં મૃત્યુઆંક 243 પર સ્થિર રહ્યો છે.
કોરોનાને નવું મોત ન નીપજતાં મૃત્યુઆંક 243 પર સ્થિર રહ્યો
વડોદરા શહેર અને જિલ્લામાં 45 લોકોને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. જેથી અત્યાર સુધીમાં કુલ 24,761 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 648 એક્ટિવ કેસ પૈકી 101 દર્દી ઓક્સિજન ઉપર અને 47 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 500 દર્દીની હાલત સ્થિર છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31